Category: રાજુલા
-
અમરેલીના પીપાવાવ પોર્ટની ખાડીમાં વીજળી પડતા માછીમારી કરતા યુવકનું મોત
હવામાન વિભાગે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં બિન-મોસમી વરસાદની આગાહી કરી છે. ગઈકાલથી વાતાવરણમાં પલટો આવતા માવઠું જોવા મળ્યું હતું. અમરેલી જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. પીપાવાવ પોર્ટ ફોરવે પર વરસાદી માહોલ દરમિયાન નાળામાં વીજળી પડતા એક માછીમારનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમરેલી જિલ્લાના દરિયાકાંઠે વાવાઝોડું આવ્યું હતું. વરસાદ ન પડ્યો…
-
એક સાથે ચાર સિહ શિકાર કરવા નીકળ્યા, ત્યાર પછી શું થયું જુઓ
અમરેલી જિલ્લાના પીપાવાવ પોર્ટ ઉપર એક સાથે ચાર સિહ જોવા મળ્યા હતા. આ ઘટનાના CCTV વિડિયો સામે આવ્યો છે જેમાં જોઈ શકાઈ છે કે ચાર સિહ એક સાથે આવે છે અને ત્યાં રહેલ કૂતરો તેની સામે થાય છે.
-
જાફરાબાદનું 42 કરોડનું અને રાજુલાનું 73 કરોડનું તાલુકા પંચાયતનું બજેટ સામાન્ય સભામાં મંજુર
જાફરાબાદ તાલુકા પંચાયત કચેરી ખાતે પ્રમુખ મંજુબેન નાજભાઈ બાંભણીયા, કરશનભાઈ ભીલ, દેવજીભાઈ, ટીડીએ વિજયભાઈ સેંગારા, કરાઈબારી પ્રમુખ ભીમભાઈ વરૂ, અનિરુદ્ધભાઈ વાળા, દયાબેન વગેરેની ઉપસ્થિતિમાં સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં વર્ષ 2022-23 માટે 42 કરોડ રૂપિયાના બજેટને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું. શિક્ષણ, પીવાના પાણી, રસ્તા, આરોગ્ય સુવિધાઓ પર વિશેષ ભાર મૂકીને બજેટ…
-
વિજ વિભાગ દ્વારા વીજ બિલ નહી ભરનાર ખેડૂતોના ટ્રાન્સફોર્મર ઉતારી લેવામાં આવ્યા
રાજુલા તાલુકાના વિસળીયા અને નેસડી ગામના ખેડૂતોએ ખેતીવાડીના વીજ બીલ ન ભરતા વીજ તંત્ર દ્વારા ટ્રાન્સફોર્મર ઉતારી લેવામાં આવ્યા હતા. અહીં વિસળીયા અને નેસડીના ખેડૂતોએ લાંબા સમયથી વીજ બિલ ન ભરતા તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. વિજ વિભાગએ જણાવ્યુ કે માર્ચ મહિનો પૂરો થઈ ગયો છે. જો કે, કેટલાક ખેડૂતોએ તેમના ખેતીના બિલ ભરવાના…
-
તાઉતે વાવાઝોડાની સહાયના મુદ્દે વિધાનસભા ગૃહમાં અંબરીશ ડેરે સરકારશ્રી ને રજુઆત કરી
રાજુલા, જાફરાબાદ, ખાંભા 98 વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેરે બુધવારે ફરીથી વિધાનસભા ભવનમાં તોફાન સહાયનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે વિધાનસભાને કહ્યું કે 13,000 પરિવારોને આંધી-તોફાનમાં ન્યાય મળ્યો નથી. તોફાન દરમિયાન તત્કાલિન મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓ મારા વિસ્તારમાં આવ્યા હતા. પરંતુ રજૂઆત કરવા માટે સમય નહોતો આપ્યો. તેમણે કહ્યું કે લોકો માટે કામ કરતી વખતે રાજકારણ…
-
રાજુલાના ભચાદર પાસે મોરનો શિકાર કરનાર દંપતી ઝડપાયું, દંપતિએ બે માેરનો શિકાર કર્યાે હતો
રાજુલા વનવિભાગની રેન્જ વિસ્તારના ભચાદર ગામ નજીક એક દંપતી મોરનો શિકાર કરતા હોવાની બાતમી મળી હતી. આ પ્રકારની માહિતી બાદ રાજુલા રેન્જના ઇન્ચાર્જ આર.એફ.ઓ.સહિત વનવિભાગ સ્ટાફ સાથે તપાસ કરતા આ બંને પતિ પત્ની મોરનો શિકાર અને દાતરડા સાથે મળી આવતા બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેની ધરપકડ કરવામાં આવી હતી. દંપતિની ધરપકડ કર્યા બાદ…
-
રાજુલાના કાગધામ ખાતે કાગબાપુની પુણ્યતિથી ઉજવવામાં આવશે
રાજુલા તાલુકાના કાગધામ મજાદર ખાતે 6 માર્ચ ના રાેજ કાગ ઉત્સવનુ આયાેજન કરવામાં આવશે. અહી પુ.માેરારીબાપુની ઉપસ્થિતિમાં કાગબાપુની પુણ્યતિથી ઉજવાશે. અહી કાગના ફળીયે કાગની વાતુ તેમજ કાગ એવાેર્ડનું આયોજન કરવામાં આવશે. તથા કચ્છ કાઠીયાવાડ ગુજરાતના નામી કલાકારાે દ્વારા કાગવાણી પ્રસ્તુત કરાશે. અહી કાગબાપુની 45મી પુંણ્યતિથી નિમીતે તારીખ 6 માર્ચના રાેજ બપાેરે 3 થી 6 સુધી…
-
રાજુલા થી ઉના વચ્ચેના નેશનલ હાઇવે ઉપર મોટા કૂવા, વાહન ચાલકોમાં ગુસ્સો
અમરેલી જિલ્લાના રાજુલા થી પસાર થાય છે ફોરલેન નેસનલ હાઇવે જે ભાવનગર થી સોમનાથ છેલ્લા 7 વર્ષ થી વધુ સમયથી કામ ચાલી રહ્યું છે છતાં પણ આ હાઇવેનું કામ હજી પૂર્ણ ન થતાં લોકો પરેસન થાય છે. એવું જાણવા માળિયું છે કે રોડનું કામ જે એજન્સીને સોંપેલું તેને પણ બદલી નાખી છે છતાં પણ હજું…
-
જાણો લતા મંગેશકરનો રાજુલા અમરેલી સાથે શું સબંધ હતો
ભારત રત્ન લતા મંગેશકરે આજે સવારે મુંબઇની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા. લતાજીના નિધનથી દેશમાં શોકની લહેર છવાઈ ગઈ છે. સ્વર કોકિલા, દીદી તથા તાઈ જેવાં હુલામણાં નામોથી લોકપ્રિય હતા. ચાહકો તેમના સાજાં થઈ જવાની પ્રાથના કરતાં હતાં, પરંતુ કરોડો સંગીતપ્રેમીઓનું દિલ તૂટી ગયું છે. આપણે વાત કરવાની છે લતાજીનો અમરેલીના રાજુલા તાલુકાના મોરંગી…
-
રાજુલાથી વિકટર-દાતરડીની બસ અનિયમિત આવતા વિદ્યાર્થીમાં રોષ
રાજુલાથી મહુવા વાયા વિકટર અને દાતરડી તરફથી ચાલતી એસટી બસ અનિયમિત આવતી હાેવાથી વિદ્યાર્થીઓ અને નોકરી માટે અપડાઉન કરતાં લોકોમાં રાેષ જાેવા મળી રહ્યાે છે. તેને લીધે વિદ્યાર્થીઓ અને લોકોએ એકઠા થઈને એસટી નિયામકને પત્ર આપીને રજુઆત કરી હતી. એસટી નિયામકને આપેલ પત્રમાં જણાવાયું હતુ કે રાજુલાથી મહુવા વાયા વિકટર-દાતરડી બસ સવારના સમયે આવતી નથી.…