જાફરાબાદનું 42 કરોડનું અને રાજુલાનું 73 કરોડનું તાલુકા પંચાયતનું બજેટ સામાન્ય સભામાં મંજુર

જાફરાબાદ તાલુકા પંચાયત કચેરી ખાતે પ્રમુખ મંજુબેન નાજભાઈ બાંભણીયા, કરશનભાઈ ભીલ, દેવજીભાઈ, ટીડીએ વિજયભાઈ સેંગારા, કરાઈબારી પ્રમુખ ભીમભાઈ વરૂ, અનિરુદ્ધભાઈ વાળા, દયાબેન વગેરેની ઉપસ્થિતિમાં સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં વર્ષ 2022-23 માટે 42 કરોડ રૂપિયાના બજેટને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું. શિક્ષણ, પીવાના પાણી, રસ્તા, આરોગ્ય સુવિધાઓ પર વિશેષ ભાર મૂકીને બજેટ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું.

 તથા, રાજુલા તાલુકા પંચાયત કચેરી ખાતે પ્રમુખ મીઠાભાઇ લખનેત્રાની અધ્યક્ષતામાં તાલુકા વિકાસ અધિકારી હિતેશ પરમાર, કાર્યવાહક પ્રમુખ જાગૃતિબેન હડીયાની હાજરીમાં વર્ષ 2022-23નું રૂ.73 કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું. ગ્રામ્ય વિસ્તારોમાં વધુ વિકાસ થાય તે માટે તાલુકા વિકાસ અધિકારીએ ધ્યાન આપવા કહ્યું હતું. શિક્ષણ, પાણી પુરવઠા, આરોગ્ય, પશુપાલન, બાંધકામ, આંગણવાડી વગેરે કામો ઉપર વધુ ધ્યાન દેવાનો નિર્ણય લેવાયો હતો.

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.