નીતિન ગડકરી ભારતની પ્રથમ હાઈડ્રોજન કાર લઈ સંસદ પહોચ્યા

હાઈડ્રોજન કાર ટૂંક સમયમાં ભારતીય રસ્તાઓ પર પણ જોવા મળશે. લાંબા સમયથી રાહ જોવાતી પહેલી હાઇડ્રોજન કારે ભારતમાં તેની સફર શરૂ કરી દીધી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી બુધવારે તેની સવારી કરી હતી.

કેન્દ્રીય મંત્રી આજે એડવાન્સ કાર દ્વારા સંસદ પહોંચ્યા હતા. દરમિયાન સ્વચ્છ ઈંધણવાળી કાર લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી. આ કારને ટોયોટાના પાયલોટ પ્રોજેક્ટ હેઠળ બનાવવામાં આવી છે અને તેમાં એડવાન્સ ફ્યુઅલ સેલ ફીટ કરવામાં આવ્યું છે. આ અદ્યતન સેલ ઓક્સિજન અને હાઇડ્રોજનના મિશ્રણમાંથી વીજળી ઉત્પન્ન કરે છે. આ કાર વીજળીથી ચાલે છે. આ કારમાંથી માત્ર પાણી ઉત્સર્જનના રૂપમાં બહાર આવે છે.

નીતિન ગડકરીએ કહ્યું કે આ કાર સંપૂર્ણપણે પર્યાવરણને અનુકૂળ છે અને તેનાથી કોઈ પ્રદૂષણ થતું નથી. “આ કાર ભારતનું ભવિષ્ય છે,” તેમણે કહ્યું. પેટ્રોલ અને ડીઝલ એન્જિનવાળી કાર ઘણું પ્રદૂષણ ફેલાવે છે પરંતુ હાઈડ્રો ફ્યુઅલ સેલ કાર કોઈપણ પ્રકારનું પ્રદૂષણ ફેલાવતી નથી.

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.