જાણો લતા મંગેશકરનો રાજુલા અમરેલી સાથે શું સબંધ હતો

ભારત રત્ન લતા મંગેશકરે આજે સવારે મુંબઇની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા. લતાજીના નિધનથી દેશમાં શોકની લહેર છવાઈ ગઈ છે. સ્વર કોકિલા, દીદી તથા તાઈ જેવાં હુલામણાં નામોથી લોકપ્રિય હતા. ચાહકો તેમના સાજાં થઈ જવાની પ્રાથના કરતાં હતાં, પરંતુ કરોડો સંગીતપ્રેમીઓનું દિલ તૂટી ગયું છે.

આપણે વાત કરવાની છે લતાજીનો અમરેલીના રાજુલા તાલુકાના મોરંગી ગામ સાથે ખાસ સબંધની. લતાજીના પી.એ. રહેલા મહેશ રાઠોડ મોંરંગી ગામના ભારે હૈયે લતાજીની કેટલીક વાતોની.

લતાજીએ સાંઇબાબાની મૂર્તિની સ્થાપન કરી હતી

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના મોરંગી ગામના મહેશ રાઠોડ વર્ષો પહેલા મોટા સપના લઇ મુંબઇ ગયા હતા અને તક મળી તો કોકીલકંઠી ગાયીકા લતા મંગેશકરના સહાયક બનવાની તક મળી હતી. મહેશ રાઠોડે લોકોનો સહકાર લઇ 2009માં પોતાના ગામ મોરંગીમાં સાંઇબાબાના મંદિરનું નિર્માણ કરવાનું વિચારિયું હતું. જેમાં લતાજી પણ પોતાનું યોગદાન માં સાંઇબાબાની મૂર્તિ જ લઇ આપી હતી.

સાઈબાબાના દર્શન કરવા વિડિયો કોલ કરતાં

આ વાત મહેશ રાઠોડ જણાવતા કે , સાઇબાબાની મૂર્તિને સ્પેશિયલ રાજસ્થાનમાં બનાવડાવી હતી. ત્યારબાદ સાઈબાબાની મૂર્તિ ને મુંબઈ લતાદીદીના ઘરે લાવવામાં આવી હતી અને મૂર્તિની પૂજા સૌપ્રથમ મુંબઈમાં લતાજીએ પૂજા કરી બાદમાં ગુજરાતમાં મોરંગી ગામમાં લાવવામાં આવી હતી. એટલે લતાજી હંમેશા વીડિઓ કોલથી સાઈબાબાની આ મૂર્તીના દર્શન કરતા હતા. આ વાત આપણાં ગુજરાત અને અમરેલી જિલ્લા રાજુલાનું સૌભાગ્ય અને ગૌરવની વાત કહેવાય કે લતા મંગેશકરનો ગામ સાથે ગાઢ નાતો હતો પણ હવે અફસોસ છે કે હવે લતા મંગેશકર આપડી વચ્ચે નથી રહ્યાં.

શાળા માટે 1 લાખનું ડોનેશન અપિયું હતું

લતા મંગેશકરના પી.એ.મહેશ રાઠોડ મોરંગી ગામના હોવાના કારણે તે મોરંગી ગામની સાથે સંપર્કમાં રહેતા હતા. જ્યારે અહીં આસપાસની શાળાઓમાં પણ કેટલીક વખત વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા હતા. અમરેલીના રાજુલા તાલુકાના કુંભરીયા ગામ નજીક આવેલી ઓમ ઇન્ટરનેશનલ સ્કૂલના પૂર્વ પ્રિન્સિપાલ નિકુંજ પંડિતએ કહ્યું હતું કે, દીદીએ અમારી સ્કૂલમાં જે તે સમયે ખૂબ સારી મદદ કરી હતી અને 1 લાખ જેટલું ડોનેશન અમને તેમના પી.એ.મહેશ રાઠોડના કારણે મળ્યું હતું. જ્યારે આ સ્કુલનો સ્ટાફ અને વિદ્યાર્થીઓ ભારે ઉત્સાહથી લતાજીનો જન્મ દિવસ ઉજવતા હતા.

મહેશ રાઠોડ લતાજીના પી.એ રહ્યાં

મહેશ રાઠોડ જે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના મોંરંગી ગામમાં રહેતાં હતા. મુંબઈ જઈ અને ઘણા વર્ષોથી લતાજીના પી.એ રહ્યાં હતા. દેશમાં કોરોના વાયરસ વધતાં તેઓ મુંબઇ છોડી પાછા વતન મોરંગી ગામમાં આવી ગયા હતા અને આજ કોરોનાના લીધે આજે લતાજીનું પણ નિધન થયું છે.

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.