સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદના કારણે રાજ્યના આ ડેમો હાઇએલર્ટ પર, પરિસ્થિતિ એટલી ગંભીર છે

0
124
views

ગુજરાત રાજ્યમાં થયેલા સારા વરસાદને પરિણામે રાજ્યની મહત્વની 207 જળ યોજનામાં 25 જુલાઈ 2022 સુધીમાં મતલબ કે આજરોજ સુધીમાં 60.08 ટકા જેટલો જળ સંગ્રહ થયો છે.રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજના માં 2,11,555 એમસીએફટી એટલે કે ફૂલ જળસંગ્રહ શક્તિના 58.13 ટકા જેટલો જળસંગ્રહ થયો છે.

રાજ્યના જળ સંપાતી વિભાગના ફ્લડ સેલ દ્વારા મળેલા એહવાલો મુજબ રાજ્યના 206 જળાશયોમાં 3,24,494 એમસીએફટી એટલે કે ફૂલ જળસંગ્રહ શક્તિના 58.13 ટકા જેટલો જળસંગ્રહ થયો છે ને રાજ્યમાં 35 જળાશયોમાં સો ટકાથી વધુ જળસંગ્રહ થયો છે જ્યારે 41 જળાશયોમાં 70 ટકાથી 100 ટકા ની વચ્ચે અને 33 જળાશયો જે સરદાર

સરોવર સહિત માં 50 ટકાથી 70 ટકાની વચ્ચે,41 જળાશયોમાં 25 ટકાથી 50 ટકાની વચ્ચે,56 જળાશયોમાં 25 ટકાથી ઓછો જળ સંગ્રહ થયો છે.આ જળાશયોમાં ઉત્તર ગુજરાતના 15 જળશયો,મધ્ય ગુજરાત ના 17 જળશયો,દક્ષિણ ગુજરાત ના 13 જળાશયો અને કચ્છના 20 જળશયો અને સૌરાષ્ટ્રના 141 જળાશયોનો

સમાવેશ થાય છે.અહી ઉલ્લેખનિય છે કે રાજ્યમાં 35 જળાશયો 100 ટકાથી વધુ જ્યારે 18 જળાશયો 90 ટકાથી 100 ટકા વચ્ચે ભરાતા હાઈએલર્ટ પર છે.08 જળાશયો 80 ટકાથી 90 ટકા ભરાતા એલર્ટ પર તથા 14 જળાશયો 70 ટકાથી 80 ટકા ભરાતા સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.

બનાસકાંઠા અને કચ્છ વિસ્તાર ની અંદર મેઘરાજા તોફાની બેટિંગ કરશે તેમજ વલસાડની અંદર ભારે વરસાદના કારણે હવામાન વિભાગ દ્વારા ખૂબ જ મોટી આગાહી કરી છે. ખાસ વાત તો એ છે કે ત્રણ દિવસની અંદર સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ભારે મેઘમહેર જોવા મળી રહી છે અને હવામાન વિભાગ દ્વારા આવનારા બે દિવસ ગાંધીનગર અને અમદાવાદ તેમજ દેવભૂમિ દ્વારકા જામનગર વરસાદ જોવા મળી શકે છે.

તમે આ લેખ amrelicity.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Amreli City” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here