ભાદરવા મહિનામાં ૩ વસ્તુ કોઈ મફતમાં આપે તો પણ ખાવી નહીં, આ માહિતી હમણાં જ વાંચો

0
70
views

દોસ્તો નમસ્કાર, ભાદરવો મહિનો ચાલુ થઈ ગયો છે,કહેવાય છે કે ભાદરવા મહિનામાં ૩ વસ્તુ મફતમાં મળે તો પણ ન ખાવી,આવું આયુર્વેદ કહે છે.એ ત્રણ વસ્તુમાં ૧. દહી : દહી પચવામાં બહુ ભારે છે,દહી એ આમ તો કફ વર્ધક છે,પણ એમાં ખટાશ પડે છે ત્યારે કફ અને પિત્ત વર્ધક બને છે.એટ્લે ભાદરવા મહિનામાં સૌથી વધુ પિત્ત વધે છે.

જ્યારે પિત્ત વધ્યું હોય એ સંજોગોમાં દહી ખાઓ ત્યારે દહી વિદદ્ધ થઈ જાય છે,એટ્લે દહી પાચન થતું નથી.દહીનું પાચન થતું નથી એટ્લે પચ્યા વગરનો કાચો આમ જેને કફ કહેવાય જે ફેફસામાં જમા થાય છે,તે બ્લડમાં ફરતો થાય છે,પછી બ્લોકેજ, ફેફસામાં તકલીફો આવે,શરીરમાં ભારેપણું આવે,પાચનશક્તિની તકલીફ થાય, પેટ ફૂલી જવું, આવી ઘણી સમસ્યા થાય છે.

ભાદરવા મહિનાથી બને તો શરદ પુનમ સુધી દહી ક્યારેય ન ખાવું જોઈએ.૨. રીંગણ : રીંગણમાં સૌથી વધુ આયર્ન છે,આયર્ન એ પિત્તવર્ધક છે,ભાદરવા મહિનામાં પિત્ત વધે છે ત્યારે રીંગણ બળતામાં ઘી હોમવાનું કામ કરે છે,કુદરતી રીતે આપણું જે પિત્ત વધેલું છે ઉપરથી આપણે રીંગણ ખાશુ તો પિત્ત વધશે.

૩. કાકડી : કહેવાય છે કે ભાદરવામાં કાકડી ખાઓ તો તાવને આમંત્રણ આપવું પડતું નથી, એ ગુંદરિયો મહેમાન થઇને આવે છે,આવું આયુર્વેદમાં કહ્યું છે.કાકડી એ પિત્તવર્ધક છે.માટે ભાદરવા મહિનામાં આ ૩ વસ્તુ ન ખાઓ.આ માહિતી આયુર્વેદ અનુસાર તમારી જોડે શેર કરી છે, અમારા દ્વારા શેર કરવામાં આવેલ આ માહિતી પસંદ આવી હોય તો વધુમાં વધુ શેર કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here