11 ઓગસ્ટે થીએટરમાં યુદ્ધ, આમિર ખાનની ‘લાલ સિંહ ચઢ્ઢા’ સામે અક્ષય કુમારની ‘રક્ષાબંધન’ ટકરાશે

0
161
views

અક્ષય કુમારની અપકમિંગ મુવી જેનું નામ છે ‘રક્ષાબંધન‘ તેની રિલીઝ ડેટ જણાવી દીધી છે. આ માહિતી માટે અક્ષય કુમારે સો.મીડિયામાં એક વીડિયો શૅર કર્યો હતો. અને આ ફિલ્મના ડાયરેક્ટર તરીકે આનંદ એલ રાયે ડિરેક્ટ કરી રહિયા છે.

11 ઓગસ્ટે રિલીઝ થશે 2 best movies
અક્ષય કુમારે વીડિયો શૅર કરીને કહ્યું હતું, ‘તમારા તમામ માટે એક એવી ફિલ્મ લઈને આવ્યો છું, જેમાં સૌથી સ્ટ્રોંગ તથા પ્યોરેસ્ટ સંબંધો બતાવવામાં આવ્યા છે. આ જોઈને તમને તમારા સંબંધો યાદ આવી જશે. ‘રક્ષાબંધન’ 11 ઓગસ્ટ, 2022ના રોજ રિલીઝ થઈ રહી છે.’

‘રક્ષાબંધન’ની રિલીઝ ડેટ સામે આવ્યા જ આ ફિલ્મ આમિર ખાનની ‘લાલ સિંહ ચઢ્ઢા’ સાથે ટકરાશે તે નક્કી છે. આમિરની ફિલ્મ પણ 11 ઓગસ્ટે જ રિલીઝ થઈ રહી છે. ‘રક્ષાબંધન’માં અક્ષય કુમાર ઉપરાંત ભૂમિ પેડનેકર પણ છે. ફિલ્મની વાર્તા હિમાંશુ શર્મા તથા કનિકા ધિલ્લોને લખી છે. અક્ષયે ગયા વર્ષે ફિલ્મની જાહેરાત કરી હતી.

ફોરેસ્ટ ગમ્પ’ની હિંદી રિમેક

‘લાલ સિંહ ચઢ્ઢા’ હોલિવૂડ ફિલ્મ ‘ફોરેસ્ટ ગમ્પ’ની ઓફિશિયલ રિમેક છે. ઓરિજિનલ ફિલ્મમાં લીડ રોલ ફોરેસ્ટનું મગજ થોડું ઓછું કામ કરે છે. તેમ છતાં તે સફળતા પ્રાપ્ત કરે છે અને ફેમસ થઇ જાય છે. પરંતુ તેનો સાચો પ્રેમ તેને છોડીને જતો રહે છે. અદ્વૈત ચંદનના ડિરેક્શનમાં બનેલી હિંદી રિમેકમાં આમિર ટોમ હેન્કસ દ્વારા પ્લે કરવામાં આવેલો રોલ નિભાવી રહ્યો છે. આ ફિલ્મને અલગ-અલગ ભાષામાં એક્ટિંગ કરી ચૂકેલા એક્ટર અતુલ કુલકર્ણીએ લખી છે. ફિલ્મને વાયાકોમ અને આમિર ખાન પ્રોડક્શન સાથે પ્રોડ્યૂસ કરી રહ્યું છે. આ ફિલ્મના રાઇટ્સ મેળવવા માટે આમિર 8 વર્ષથી મહેનત કરી રહ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here