બગસરા સાયન્સ કોલેજમાં આજથી એડમિશન પ્રક્રિયા શરૂ, નજીવી ફીમાં શિક્ષણ મેળવવા શું કરવું જાણો

0
162
views

રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણી હાઈસ્કૂલ-બગસરા ખાતે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અને ઉચ્ચ શિક્ષણ કમિશ્નરની કચેરી દ્વારા નવી સાયન્સ કોલેજ શરૂ કરવા માટેની મંજૂરી આપવામાં આવી છે, જેનું શિક્ષણ વિભાગ-ગુજરાત સરકાર દ્વારા સંચાલન કરવામાં આવશે. હવે નવી શરૂ થયેલી આ બગસરાની કોલેજમાં એડમિશન પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી ગઈ છે. તેને કેવી રીતે અપ્લાઈ કરવું તેની માહિતી નીચે મુજબ છે.

કોલેજમાં ક્યાં ક્યાં કોર્સ માટે એડમિશન મેળવી શકાશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંતર્ગત સારું કરવામાં આવેલી નવી સરકારી સાયન્સ કોલેજમાં વિદ્યાર્થીઓને બેચરલ ઈન સાયન્સ કોર્સમાં જેમાં કેમેસ્ટ્રી, ફિઝિક્સ, બોટની, ઝૂઓલોજી, અને મેથ્સનાં એડમિશન આપવામાં આવશે. નવી સાયન્સ કોલેજ શરૂ થતાં બગસરા સહિત આસપાસના અમરેલી જિલ્લાના વિસ્તારના વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને શિક્ષણ માટે ઉપરાંત રોજગાર ક્ષેત્રે ઉત્તમ તકો પ્રાપ્ત થશે.

હવે વાત કરીએ એડમિશન માટેની કેટલી ફી છે તો નવી સરકારી સાયન્સ કોલેજમાં નજીવી ફીના ધોરણે વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ એડમિશન મેળવી શકશે.

એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી

જૂન 2022 ની એડમિશન પ્રક્રિયા 2022-23 માટે શરૂ કરવામાં આવી છે, વિદ્યાર્થીઓને સ્કોલરશીપ સહિતના લાભ પણ ગુજરાત સરકાર દ્રારા આપવામાં આવશે.

એડમિશન ઉપરાંત વધુ માહિતી માટે મો.9427496899, 9427212526 પર સંપર્ક કરી શકાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here