અમરેલી: જિલ્લાની બહાર રહેતા લોકો ગ્રામ પંચાયતની ચૂંટણીમાટે સુરતથી મતદાન કરવા આવી પહોંચ્યા

0
330
views

અમરેલી જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના દિવસે વધુ પડતાં સુરતથી મતદારો મતદાન કરવા માટે અમરેલી ના જુદા જુદા ગામડામાં પહોંચ્યા હતા. ગ્રામ્ય વિસ્તારમાં ચૂંટણીનો માહોલ ગરમાયો હતો. જાણવા મળિયું હતું કે ઉમેદવારોએ પણ સામે ઉભેલા ઉમેદવારનું પતુ કાપવા માટે બધુ જોર લગાવી દીધું હતું. પોતાના મતક્ષેત્રમાં આવતા મતદારોના મતદાન માટે તમામ જુદી જુદી વ્યવસ્થા ઉભી કરી દેવાઈ હતી. અમરેલી જિલ્લાના જુદા જુદા ગામડામાં સુરત, અમદાવાદ માં વસવાટ કરતા મતદારો ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન કરવા તેમના ગામડે પહોંચ્યા હતા.જિલ્લાના અઢી લાખ જેટલા લોકો સુરત અને અમદાવાદ જેવા શહેરોમાં કામધંધા માટે સ્થાયી થયા છે.

સુરતથી મતદાન કરવા આવી પહોંચ્યા

ગામ પંચાયતની ચૂંટણી હોય કે પછી અન્ય કોઈ પણ ચૂંટણી આ તમામ મતદારો પોતાના મતાઅધિકારનો સદ ઉપયોગ કરવા માટે વતન પહોંચતા હોય છે. આવી જ સ્થિતિ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જોવા મળી હતી. અહી બહારગામ વસવાટ કરતા લોકો પોતાના ઉમેદવારને મત આપવા માટે પહોંચ્યા હતા. બીજી તરફ સાવરકુંડલા તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. અહી ચૂંટણીમાં ઝંપલાવનાર ઉમેદવારોએ મતદારોને મતદાન માટે ગામમાં બોલાવ્યા હતા. તાલુકાભરમાં 55 ખાનગી બસ સુરતથી મતદાન કરવા માટે પહોંચી હતી. તસવીર- સૌરભ દોશી

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here