અમરેલી જિલ્લાનીમાં ગ્રામ પંચાયત માટે આજે જિલ્લાભરમા ચુસ્ત પોલિસ બંદાેબસ્ત વચ્ચે શાંતીપુર્ણ રીતે મતદાન યાેજાયુ હતુ. જિલ્લાભરમા 70 ટકાથી વધુ મતદારોએ પાેતાના મતાધિકારનાે ઉપયાેગ કર્યાે હતો. સાંજના 5 વાગ્યા સુધીમા જ 67.19 ટકા મતદાન થઇ ગયુ હતુ.છેલ્લા પંદર દિવસથી ગ્રામિણ વિસ્તારમા ગ્રામ પંચાયતની ચુંટણીનાે માહાેલ જામ્યાે હતાે. આજે મતદાન યાેજાતા સાંજના 6 વાગ્યા સુધીમા 70.10 ટકાથી વધુ મતદાન નાેંધાયુ હતુ. જાફરાબાદ તાલુકામા મતદારાેનાે ઉત્સાહ સાૈથી વધારે જાેવા મળ્યાે હતાે. કડકડતી ઠંડી વચ્ચે સવારે 7 વાગ્યે મતદાનનાે આરંભ થયાે હતાે. સરપંચ અને વાેર્ડ મેમ્બરાેને ચુંટવા માટે ગામે ગામ મતદારાેઅે બુથ પર કતાર લગાવી દીધી હતી.
ઉમેદવારાેએ પણ પાેતાના ટેકેદારાે મતદાન કરે તે માટે હડીયાપાટી કરી હતી. એકંદરે મતદાન શાંતીપુર્ણ માહાેલમા સંપન્ન થયુ હતુ. કલેકટર કચેરીના સુત્રાેએ જણાવ્યું હતુ કે સાંજના 5 વાગ્યા સુધીમા 67.19 ટકા મત પડયા હતા. અને ત્યારબાદ પણ એક કલાક સુધી મતદાન ચાલુ રહ્યું હતુ. પાંચ વાગ્યા સુધીમા 6.81 લાખ મતદારાે પૈકી 4.57 લાખ મતદારાેએ પાેતાના મતાધિકારનાે ઉપયાેગ કર્યાે હતાે. 69.77 ટકા પુરૂષ મતદારાે અને 64.40 ટકા સ્ત્રી મતદારાે મતદાન માટે બહાર આવ્યા હતા.
ત્યારબાદ માેડી રાત સુધી રીસીવીંગ સેન્ટર પર ચુંટણી ફરજ પરના સ્ટાફ પાસેથી મતપેટીઓ અને ચુંટણી સાહિત્ય સ્વીકારવાની કામગીરી ચાલી હતી. મતપેટીઓ સ્ટ્રાેંગરૂમમા સીલ થયા બાદ હવે મંગળવારે ખુલશે. બે ગ્રામ પંચાયતની પેટા ચુંટણીમા પણ 71.11 ટકાથી વધુ મતદાન થયુ છે.
ખાંભામાં 64.24 ટકા મતદાન
ખાંભા તાલુકાની 38 ગ્રામ પંચાયતની ચુંટણી માટે આજે મતદાન યાેજાયુ હતુ. ખાંભામા 64.24 ટકા મતદાન થયુ હતુ. અહીની ત્રાકુડા ગ્રામ પંચાયતમા સાૈથી વધુ 86.07 ટકા અને સાૈથી ઓછુ ભુંડણી ગ્રામ પંચાયતમા 47.99 ટકા મતદાન થયુ હતુ. જયારે નાની ધારીમા 58.55 ટકા, ઇંગાેરાળામા 61.94 ટકા, અનીડામા 63.52 ટકા, જીકીયાળીમા 63.52, લાસામા 72.24 ટકા, પીપળવામા 73.30 ટકા, માેટા સરાકડીયામા 66.44 ટકા, સમઢીયાળામા 80.56 ટકા મતદાન નાેંધાયુ હતુ.
વડિયા તાલુકામાં 70.13 ટકા મતદાન
વડીયા તાલુકામા 36 ગ્રામ પંચાયતાેની ચુંટણી માટે આજે મતદાન યાેજાયુ હતુ. અહી સવારથી જ મતદારાેમા ઉત્સાહ જાેવા મળ્યાે હતાે. અહી વૃધ્ધ, અશકત અને વિકલાંગ લાેકાેએ પણ પાેતાના મતાધિકારનાે ઉપયાેગ કર્યાે હતાે. પાેલીસ દ્વારા પણ અહી ચુસ્ત બંદાેબસ્ત જાળવી રખાયાે હતાે. અહી સાંજ સુધીમા 70.13 ટકા મતદાન થયુ હતુ.
જિ. પં. કારાેબારી ચેરમેને સજાેડે મતદાન કર્યું
બાબરા તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં લોકો ઉત્સાહપૂર્વક મતદાન કરી રહ્યા છે ત્યારે જિલ્લાના અગ્રણીઓ પણ પોતાના ગામમાં મતદાન કરી લોકશાહીના પર્વની ઉજવણી કરી હતી. જિલ્લા પંચાયત કરીયાણા બેઠકના મહિલા સભ્ય અને કારોબારી સમિતિના ચેરમેન જ્યોત્સનાબેન નીતિનભાઈ રાઠોડ દ્વારા તાલુકાના કીડી ગામે મતદાન કરી પોતાની ફરજ બજાવી લોકશાહીના પર્વની ઉજવણી કરી હતી.
કોરોના ગાઈડલાઈનનો ઠેક-ઠેકાણે ભંગ
જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઠેકઠેકાણે કોરોના ગાઈડલાઈનનો ભંગ જોવા મળ્યો હતો. અહી ક્યાંક ખીચાેખીચ લાઈન તો ક્યાંક મતદારો અને કર્મચારીઓ માસ્ક વગર જોવા મળ્યા હતા. મતદાન કેન્દ્ર પરથી મતદારોને કોરોનાની સ્થિતિને ધ્યાને રાખીને માસ્ક અને હાથમા પહેરવાના મોજા પણ અપાતા હતા. છતાં પણ કોરોના ગાઈડલાઈનનો ભંગ જોવા મળ્યો હતો.દેશભરમાં કોરોનાના નવા વોરિયન્સ ઓમિક્રોનની દહેશત ઉભી થઈ છે. અત્યાર સુધીમાં દેશભરમાં આવા 100 કેસ નોંધાય ગયા છે. અમરેલી જિલ્લા વહિવટી તંત્ર પણ કોરોનાને લઈને સજ્જ જોવા મળે છે.
ધારીમાં સરપંચ પદના ઉમેદવારે સજાેડે મતદાન કર્યું
ધારી ગ્રામ પંચાયતની ચુંટણીમા સવારથી જ મતદારાેેએ ઉત્સાહભેર પાેતાના મતાધિકારનાે ઉપયાેગ કર્યાે હતાે. અહી સરપંચ પદના ઉમેદવાર સાેનલબેન પરેશભાઇ પટ્ટણીએ પણ સજાેડે મતદાન કર્યુ હતુ.
ખાંભામાં મતદાન કરવા આવેલા મહિલા પડી ગયા
ખાંભામા કુમારશાળા ખાતે મતદાન મથક પર એક મહિલા મતદાન કરવા માટે આવ્યા હતા. આ મહિલા અચાનક પડી જતા 108 એમ્બ્યુલન્સને જાણ કરાઇ હતી. ગણતરીની મિનીટાેમા 108 અહી પહાેંચી હતી અને મહિલાને સારવાર માટે ખાંભાના સરકારી દવાખાને ખસેડાયા હતા.
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.
Leave a Reply
You must be logged in to post a comment.