જખૌના દરિયા કિનારેથી 400 કરોડનું ડ્રગ્સ ઝડપી પડાયું, 6 પાકિસ્તાનીઓની ધરપકડ

ગુજરાતનો દરિયાકાંઠો ડ્રગ્સ ઘુસાડવા માટેનું ટ્રાન્ઝિટ પોઈન્ટ બની રહિયું છે . ફરી ગુજરાતના દરિયા કિનારેથી મોટી માત્રામાં હેરોઈન ઝડપાતા સુરક્ષા એજશીઓ સક્રિય થઈ છે, ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને ATSએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું.જેમાં 77 કિલો હેરોઈન સાથે પાકિસ્તાની બોટ ઝડપાઈ છે. આ બોટમાંથી 6 પાકિસ્તાનીઓની પણ ધરપકડ કરવામાં આવી છે સૌરાષ્ટ્ર-કચ્છનો દરિયાકાંઠો નશીલા દ્રવ્યોના સોદાગરો માટે ટ્રાન્ઝિટ પોઈન્ટ બની રહીયો છે. આ વાતની સાબિતી છેલ્લાં પાંચ વર્ષમાં ગુજરાત એટીએસ, કોસ્ટગાર્ડે સહિતની એજન્સીઓએ આઠ મોટાં કન્સાઈનમેન્ટ સાથે 30 હજાર કરોડથી પણ વધુનું ડ્રગ્સ પકડયું એના પરથી સાબીત થાય છે. આટલું સઘન ચેકિંગ અને કડક બંદોબસ્ત હોવા છતાં ડ્રગ્સની હેરાફેરી બેફામપણે ચાલી રહી છે.આ અગાઉ કચ્છના મુંદ્રા પોર્ટ પરથી પણ 10 હજાર કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું હતું.

‘અલ હુસૈની’ નામની પાકિસ્તાની બોટમાં આ ડ્રગ્સ લવાઈ રહીયું છે એવી બાતમીના આધારે ગુજરાત ATS અને ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં 77 કિલો ડ્રગ્સ જેની અંદાજન કિમત 400 કરોડ રુપિયા થાય છે તે પકડાયું હતું અને 6 પાકિસ્તાની નાગરિકની ધરપકડ કરવામાં આવી છે.

 

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.