ધારી: ગોપાલ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે પ્રવિણાબેન વાળા 747 મતથી વિજેતા

ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી શરૂ થઈ છે ત્યારે અમરેલી જિલ્લાના મત ગણતરીની વાત કરીએ. જિલાના અલગ અલગ 11 જેટલા કેન્દ્ર પર મતગણતરી શરૂ કરાઇ હતી. મત ગણતરી સવારે 9 વાગ્યાથી શરૂ કરાઇ ગઈ હતી અને જિલ્લાની સ્કૂલ શાળા કોલેજમા ગણતરી ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે કેન્દ્ર પર મામલતદાર કક્ષાના અધિકારીઓ પણ ઉપસ્થિત હતા. પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. મત ગણતરીની બહાર તમામ લોકોની હીલચાલ ગતિવિધિ જીત-હારના ઉમેદવારોના નામ જાની ને લોકોમાં ખુસીઓ અને આનંદી હતા.

એક સમાચારની વાત જનવીએ તો દહિડા ગ્રામ પંચાયતમા ભારે રસાકસી સર્જાઈ હતી, અને એક વોર્ડ નંબર 2 માં ટાઈ જોવા મળી હતી. ત્યાં ચિઠી ઉછાળવામાં આવી હતી અને રાજેશ પાથર વિજેતા જાહેર થયા હતા. આ ઉપરાંત સરપંચ પદ માટે પણ ભારે રસાકસી જોવા મળી હતી.

ગોપાલ ગ્રામ પંચાયતના સરપંચ

ગોપાલ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ગીતાબેન ભુપતભાઈ હપાણી માત્ર પાંચ મતોથી વિજેતા થયા હતા. વડિયાના ખજૂરી પીપળીયા ગામે સભ્યપદના ઉમેદવારને એક પણ મત મળ્યો નથી. કાંતિલાલ વિઠ્ઠલદાસ નિરંજની વોર્ડ 3માં પોતાનો મત પણ મેળવી શક્યા નથી. જે બીજા વોર્ડમાં ઉમેદવારી કરી ઉભેલા હોઈ પોતાનો મત પણ ન મળી શક્યો. વધુમાં આ ઉમેદવાર પોતાના ટેકેદારનો મત પણ નથી મેળવી શક્યા. જ્યારે હરજીભાઈ મગનભાઈ કોલડીયા વોર્ડ નં 3માં વિજેતા જાહેર થયા છે.

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.