વિદેશ જવું છે? તો પહેલા રિટર્ન ફાઈલ કરાવવું પડશે, ઇન્કમટેક્સનું છેલ્લું રિટર્ન નહીં ભર્યું હોય તો વિઝા પણ નહીં

શું તમે ભારત છોડી અને વિદેશ જવા માંગો છો? તો લોકોએ વિઝા એપ્લિકેશન કરતી વખતે સાથે ઇન્કમટેક્સનું છેલ્લું ભરેલું રિટર્ન પણ હવે મૂકવું પડશે. એટલે કે લેટેસ્ટ ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવામાં નહીં આવ્યું હોય તો તે વ્યક્તિને વિઝા મળવામાં મુસકેલી આવી શકે છે. 1 જાન્યુઆરીથી આઆ નિયમ લાગુ કરેલો છે કે કોઇ પણ વ્યક્તિ વિઝા માટે અરજી કરશે તો ઇન્કમટેક્સના લેટેસ્ટ રિટર્નની કોપી વિઝા ઍપ્લિકેસન ની સાથે જોડવી પડશે.

વિદેશ જતાં પહેલા રિટર્ન ફાઈલ કરાવવું પડશે

ગયા વર્ષ નું રિટર્ન 31 ડિસેમ્બર 2021 એ છેલી તારીખ હતી તે પહેલા રિટર્ન નહીં ભર્યું હોય તો વિઝાની એપ્લિકેશન કરવામાં મુશ્કેલી પડશે. નવા પોટર્લના કારણે ઇન્કમટેક્સ રિટર્ન ભરવાની મુદતમાં પણ તારીખ નો વધારી ને 31 ડિસેમ્બર 2021 કરવામાં આવી હતી. 31 ડિસેમ્બર 2021 પછી રિટર્ન ફાઇલ કરવામાં આવે તો રૂ. 1 હજારના દંડ સાથે પણ ભરી શકાશે. અને તમે રિટર્ન ભરી અને વિઝા ઍપ્લિકેસન આપી શકો છો. વાત કરીએ કે કોઈ વિધ્યાર્થી અભ્યાસ માટે વિદેશ જવું હોય તો વિદ્યાર્થીએ ડેકલેરેશન ફાઈલ કરવું પડશે.

શું કામ રિટર્ન ફાઈલ નો નિયમ લાગુ કરિયો

સરકારના આંકડા મુજબ અત્યાર સુધી વિદેશ જતાં એવા હજારો લોકો છે કે જેઓ પોતાનું રિટર્ન ફાઈલ કરતા નથી. નાના વેપારી કે ખાણી-પીણીનો બિઝનેસ કરતા વેપારીઓની આવક લાખો રૂપિયામાં હોય છે આમ છતાં તેઓ રિટર્ન ભરતા હોતા નથી. સરકારના નવા નિયમ મુજબ દરેક વર્ષના રિટર્ન ભરવા જરૂરી છે અને વિદેશ જતાં પહેલા રિટર્ન ફાઈલ કરાવવું પડશે. આમ કરવાથી ટેક્સ આપવાની સંખ્યા વધવાની પણ સંભાવના છે.

કોણે રિટર્ન ફાઈલ કરવું જોઈએ 

જે વ્યક્તિએ પોતાનું પાનકાર્ડ લીધું હોય તે દરેકે ટેક્સ રિટર્ન ભરવું જરૂરી છે. પરંતુ જો તે વ્યક્તિ સુપર સિનિયર સિટીઝન માં આવતો હોય તો તેમને કેટલાક કેસમાં રિટર્ન ફાઇલ કરવામાંથી મુક્તિ આપવામાં આવે છે. જ્યારે બાળકોના નામે પાન કાર્ડ લેવામાં આવ્યું હોય તો તેવા કિસ્સામાં બાળકોના વાલીએ પોતાના રિટર્નમાં માઇનોરના રિટર્નનો ઉલ્લેખ કરવો જરૂરી હોય છે. અને ઉપર જણાવીયા તે પ્રમાણે વિદેશ અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓએ આવક માટે ડેક્લેરેશન આપવાનું રહેશે કે તેમની આવક હાલ ટેકસપાત્ર નથી.

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.