અમરેલી જિલ્લામાં આજે 15 થી 18 વર્ષના 25 હજાર બાળકોને કોરોના વેક્સિન આપશે

અમરેલી જિલ્લામાં આજથી 15 થી 18 વર્ષના બાળકોને રસી આપવાનો પ્રારંભ થઈ રહ્યો છે. આરોગ્ય તંત્રએ પણ બાળકોના રસીકરણને લઈને તમામ તૈયારીઓ પૂરી કરી લીધી છે. પ્રથમ દિવસે 194 શાળામાં 232 ટીમ દ્વારા 25072 વિદ્યાર્થીઓને રસી આપવાનું આયોજન કરાયું છે. ઉપરાંત ચાર દિવસમાં અમરેલી જિલ્લાની હાઈસ્કૂલ, કોલેજ અને ITI મળી 313 સંસ્થામાં 79 હજારથી વધુ બાળકોનું રસીકરણ કરાશે.

કોરોના કાળમાં શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ શરૂ છે. 15 થી 18 વર્ષના બાળકોને રસી આપવાના સરકારના નિર્ણયને પગલે અમરેલી જિલ્લા વહિવટી તંત્ર સજ્જ બન્યું છે. શાળાઓ ખુલ્લી હોવાથી આરોગ્ય તંત્ર માટે બાળકોના રસીકરણમાં ફાયદો થશે કેમ કે આરોગ્ય વિભાગની ટીમો હવે ગામડા ખુદવા અને ઘરે ઘરે જવાની જગ્યાએ સીધી શાળાએ પહોંચશે. અને 15 થી 18 વર્ષના છોત્રોનું રસીકરણ કરશે. જિલ્લા વહિવટી તંત્રના મત મુજબ હાઈસ્કૂલ, કોલેજ અને આઈટીઆઈ તેમ મળીને કુલ 313 સંસ્થામાં 15 થી 18 સુધી વયમર્યાદા ધરાવાત 79653 બાળકો છે.

અમરેલી જિલ્લામાં કિશોરના રસીકરણનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. તંત્રએ પણ પ્રથમ દિવસે ટાર્ગેટ પ્રમાણે બાળકોનું રસીકરણ થાય તે માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. અમરેલી જિલ્લામાં 194 શાળામાં 25072 છાત્રોને વેક્સીન આપાવનું આયોજન કરાયું છે. જેના માટે 232 ટીમનું ગઠન કરાયું છે. જેમાં 267 વેક્સીનેટર, 120 સુપરવાઈઝર અને 194 પ્રિન્સીપાલને જવાબદારી સોંપવામાં આવી છે. આ તમામ વહેલી સવારથી જ બાળકોના રસીકરણની કામગીરીમાં જોડાશે.

અમરેલી જિલ્લા આરોગ્ય વિભાગના ડો. જાટે જણાવ્યું હતું કે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રસી માટે શાળાકક્ષાએ આયોજન કરાયું છે. પણ અભ્યાસ નહી કરનાર 15 થી 18 વર્ષના કિશોર માટે ગ્રામકક્ષાએ રસી આપવાનું આયોજન કરાયું છે. ઉપરાંત આવા કિશોરો નજીકના હેલ્થ સેન્ટર ખાતેથી રસી મેળવી શકશે.તથા તેમણે વિદ્યાર્થીઓને ભય મુક્ત રીતે રસી લેવા માટે અપીલ કરી હતી.

ક્યા તાલુકામાં કેટલા બાળકોને પ્રથમ દિવસે રસીકરણ થશે?

તાલુકો બાળકો
અમરેલી 3,061
બગસરા 2,072
બાબરા 1,708
ધારી 2,124
ખાંભા 1,555
સાવરકુંડલા 3,423
લાઠી 2,396
કુંકાવાવ 2,022
લીલીયા 995
રાજુલા 4,100
જાફરાબાદ 1,616
Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.