કોરોના નો ભાઈ ફ્લોરોના, ઇઝરાયેલમાં પહેલો કેસ મળ્યો, અહીંયા વેક્સિનનો ચોથો ડોઝ આપશે

0
389
views

હાલ દુનિયા માં ઓમિક્રોનનો હાહા કાર છે ત્યારે કોરોના નો નવો વેરીએન્ટ ફ્લોરોના નો નવો કેસ સામે અવિયો, જે ઇઝરાયેલમાં પહેલો કેસ મળ્યો અવિયો છે. સાથે ઇસરાઈલ માં લોકોને વેક્સિનનો ચોથો ડોઝ આપવામાં આવી રહ્યો છે.

વિશ્વભરમાં કોરોનાના કુલ કેસ ની વાત કરીએ તો કુલ 29 કરોડનો આંકડો પહોંચી ગયો છે, અને 54 લાખથી વધુ લોકોના મોત થયા છે.

ફ્લોરોના શું છે?

ભારત સાથે દુનિયાના દરેક લોકો કોરોના અને પછી તેના નવા વેરિયન્ટ ઓમિક્રોનથી ખૂબ પરેશાન છે. આ વચ્ચે ઇઝરાયેલમાં નવો વેરીએન્ટ ફ્લોરોનાનો પહેલો કેસ સામે આવ્યો છે. તમને ફ્લોરોના વિષે જાણકરી આપીએ ફ્લોરોના એવું સંક્રમણ છે જેમાં વ્યક્તિ કોરોના અને ઈન્ફ્લૂએન્ઝા એમ બંનેથી સંક્રમિત થાય છે. આમ તો આ ફ્લોરોના નો પહેલો કેસ હોવા છતાં ઇઝરાયેલે તેને ગંભીરતાથી લઈ લીધો છે. તો દેશમાં નબળી ઈમ્યૂનિટીવાળા લોકોને બૂસ્ટર ડોઝ તરીકે કોરોનાની ચોથી વેક્સિન આપવાની પણ ચાલુ કરી રહીયા છે.

તમને જનવીએ એક એક્સપર્ટ્સના મુજબ આ કોરોના અને ઈન્ફ્લૂએન્ઝા એમ ડબલ સંક્રમણ છે. એટલે કે ડબલ વાયરસના કારણે આ વધુ જીવલેણ બની જાય છે. ડોકટરના જણાવ્યા મુજબ ફ્લોરોનાથી સંક્રમિત દર્દીમાં નિમોનિયા અને માયેકાર્ડટિસ જેવી બીમારીના લક્ષણ જોવા મળી રહિયા છે. ઇસરાઈલે આ ફ્લોરોના વેરીએન્ટ વધુ નો ફેલાઈ તે માટેના પગલાં પણ લેવાનું ચાલુ કરી દીધું છે.

ફ્લોરોના કેટલો જોખમી છે?

આપણે જાણીએ છે કે કોરોના વાઈરસ આપણા શ્વસન નળી પર અસર કરે છે તો ઈન્ફ્લુએન્ઝાના સંક્રમણથી ન્યૂમોનિયા અને માયોકાર્ડિટિસ જેવી ગંભીર બીમારી થઈ શકે છે. અને તે પછી એટલી ગંભીર હોઈ શકે કે દર્દીનું છેલે મૃત્યુ પણ થઈ શકે છે.

ઇઝરાયલના સ્વાસ્થ્ય મંત્રાલય અને અમેરિકાના CDC આ બંનેના રિપોર્ટ પ્રમાણે, ફ્લોરોનાનું સંક્રમણ હમણાં ઝડપથી ફેલાઈ રહ્યું છે. છેલ્લાં એક અઠવાડિયાંમાં ઈઝરાયલની હોસ્પિટલમાં આશરે 1849 ઈન્ફ્લુએન્ઝાના દર્દીની સારવાર કરવામાં અવિયા છે. તેમ વધુ પ્રમાણમાં ઓમિક્રોનના કેસ જેના કારણે કોરોનાના કેસ દરરોજ બમણા થઈ રહ્યા છે. પણ હાલ ફ્લોરોના નો એકજ કેસ સામે અવિયો છે.

ફ્લોરોનાનાં લક્ષણો શું શું છે?

ઓનલાઈનના ડેટા અનુસાર, ફ્લોરોનાથી પીડિત વ્યક્તિમાં ઘણા પ્રકારના લક્ષણો જોવા મળી શકે છે. તેમાં ન્યૂમોનિયા, માયોકાર્ડિટિસ અને અન્ય શ્વાસની બીમારી થઈ શકે છે. સમયસર સારવાર ન કરવામાં આવે તો આ બીમારી જીવલેણ બની શકે છે.

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.