હાલ ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઈ ગઈ હોય તેવું જણાય છે. છેલ્લા આંકડાની વાત કરીએ ગઈકાલે રાજ્યમાં એક જ દિવસમાં 1000થી પણ વધુ કેસ ગુજરાતમાં નોંધાયા હતા. જ્યારે દેશમાં 22000 થી વધુનો આંકડો અવિયો હતો. કોરોનાના કેસો અટકાવવા માટે રાજ્ય સરકાર કડક પ્રતિબંધો મૂકવા જઈ રહી છે. સરકારી કચેરીઓમાં વેક્સિનના બંને ડોઝ લેનારને જ હવે પ્રવેશ આપવામાં આવશે, ત્યારે હેર સલૂન અને બ્યુટી પાર્લરની વાત કરીએ તો તેમાં 50 ટકાની ક્ષમતામાં જ ગ્રાહકોને પ્રવેશ આપવાની ગાઈડલાઈન લાગુ કરાયેલી છે.
સલૂનમાં 50 ટકાની કેપેસિટીમાં જ ગ્રાહકોને પ્રવેશ થસે
ગુજરાત રાજ્ય પોલીસના twitter હેન્ડલ પરથી એક tweet કરીને આ જાણકારી લોકોને આપવામાં આવી છે. આ tweet માં લખ્યું છે કે, ઓમિક્રોનના વધતાં કેસ વચ્ચે હેર સલૂન અને બ્યુટી પાર્લરના માલિકોએ કોવિડ ગાઈડલાઇનને ચુસ્ત પણે અમલમાં મૂકી ગ્રાહકોની અને પોતાને સુરક્ષિત રાખવા માટે કડક પગલાં લેવા પડશે. અને તે પણ જનવિયું કે હેર સલૂન અને બ્યુટી પાર્લર ચલાવનારે રસીના બંને ડોઝ લીધેલા હોવા જોઈએ. કામ કરનારા કર્મચારીઓએ માસ્ક તથા હાથમોજાં પહેરી રાખવા પડશે, તથા ગ્રાહકો માટે સેનિટાઈઝરની પણ વ્યવસ્થા ગોઠવવી પડશે.
ઓમિક્રોનના વધતાં પ્રભાવ વચ્ચે હેર સલૂન અને બ્યુટી પાર્લરના માલિકોએ કોવિડ ગાઈડલાઇનને ચુસ્ત પણે અમલમાં મૂકી ગ્રાહકોને તથા પોતાને સુરક્ષિત રાખવા. #BeautyParlor #hairSalon #MaskUp #Vaccination #CovidGuidelines #GujaratPolice pic.twitter.com/Jq8ptjrcLR
— Gujarat Police (@GujaratPolice) January 2, 2022
તમને જણાવી દઈએ કે સરકારે અમદાવાદ સાથે વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં આમ 8 શહેરો માં રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યૂ રાખવાનો નિર્ણય કર્યો છે. જ્યારે રેસ્ટરોરન્ટ માટે રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી આપી છે. આ નવી ગાઈડલાઈન 7મી જાન્યુઆરી સુધી અમલ માટે કહવામાં અવિયું છે.
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.
Leave a Reply
You must be logged in to post a comment.