અમરેલી: શાખપુરમાં અજાણી નવજાત બાળકી મામલે માતા પિતા અંગે માહિતી આપનારને રૂ. 30 હજારનું ઇનામ

અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના શાખપુર ગામ નજીકથી તારીખ 20 ઓક્ટોબરની રાત્રે આશરે 11 વાગ્યાની આસપાસ બાવળની ઝાડીમાંથી એક નવજાત બાળકી મળી આવી હતી. જેનુ કોઇ વાલી ની જાણ ન મળતાં આજે પોલીસે દ્વારા જણાવવામાં આવે છે કે આ બાળકી વિશે માહિતી આપનારને રૂપિયા 30 હજારનું ઇનામ જાહેર કર્યું છે.

બાવળની ઝાડીમાંથી એક નવજાત બાળકી મળી

બાવળ ની જાળી માંથી બાળકી મળી આવી છે ત્યારબાદ બાળકીને અમરેલી હોસ્પિટલમાં 108 મારફતે પહોંચાડી જરૂરી સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ જિલ્લા પોલીસ વડા દ્વારા એલ.સી.બી અને એસ.ઓ.જી લીલીયા, લાઠી તેમજ દામનગર પોલીસને સૂચના અપાતાં વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. અલગ અલગ ટીમો સાથે શોધખોળ હાથ ધરવામાં આવી હોવા છતાં પણ બાળકીના માતા-પિતા તેમજ કોઈ વારસદાર મળ્યું નથી, જેથી પોલીસ તંત્રએ માહિતી આપનારને રૂપિયા 30 હજારનું ઇનામ જાહેર કર્યું છે. સાથે સાથે ગુપ્ત નામ રાખવામાં આવશે જો કોઇ માહિતી મળે તો પોલીસને નીચેના નંબર પર માહિતી આપી શકો છો.

દામનગર પોલીસ સ્ટેશન- 02793222017

અમરેલી કંટ્રોલ- 02792223498

પી.એસ.આઇ.એ.પી.જાડેજા- 9265289933

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.