ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે અતી ખરાબ હાલતમાં, ચારે તરફ ઉડતી ધૂળની ડમરી

અમરેલી જિલ્લામાંથી પસાર થતો ભાવનગર સોમનાથ નેસનાલ હાઇવે રાજુલાના ચારનાલાથી મહુવા સુધીમાં રસ્તાનું કામ ગોકળગતીએ ચાલી રહ્યુ છે. સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાનો અતિ મહત્વનો ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે અતી ખરાબ હાલતમાં જોવા મળે છે. આ હાઈવેની કામગીરી છેલ્લા 5 વર્ષ થી ચાલી રહી છે અને તેના માટે કરોડોના ખર્ચ મંજૂર થયો હતો. જોકે, હજુ સુધી આ કામગીરી પૂર્ણ થઈ નથી. જેને લઈ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

ક્યારે બનશે ભાવનગર – સોમનાથ નેશનલ હાઇવે

આ નેશનલ હાઇવે સોમનાથ થી અમરેલી અને ભાવનગર સુધી પસાર થાય છે. આ હાઇવે અતી ખરાબ હોવાથી વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. ચારે તરફ ધૂળની ડમરી વચ્ચેથી પસાર થતા વાહન ચાલકો સરકાર સામે અને નેશનલ ઓથોરિટી કોન્ટ્રાકટરો સામે રોષ વ્યકત કરી રહ્યા છે. આસપાસના ખેડૂતોની વાડીની પણ ધુળો ઉડી રહી છે જેના કારણે ખેડૂતોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. બીજી તરફ રસ્તામાં કેટલાય ખાડાઓ છે અને અધૂરા કામો પણ ઠેર-ઠેર જોવા મળી રહ્યા છે. અહીં દિવ સોમનાથ આવતા પ્રવાસીઓ પણ પરેશાની ભોગવી રહ્યા છે.

અનેક વખત રજૂઆત કરાઈ

અમરેલી જિલ્લાના રાજુલા અને જાફરાબાદ પંથકમાંથી પસાર થતા હાઈવે પર ચારનાલાથી મહુવા સુધી અધૂરા કામો અને ગોકળગતીએ કામગીરી ચાલી રહી છે. જેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અહીં કેટલીક જગ્યાએ કામગીરી શરૂ છે તે પણ ખૂબ ધીમી ગતિએ ચાલી રહી છે. જેના કારણે આ કામ રીતસર ટલે ચડી ગયું હોય તેવી સ્થિતિ છે. તો કેટલાક વિસ્તારમાં કામ હજુ શરૂ થયું નથી. આસપાસના રાજકીય પ્રતિનિધિઓ તેમજ વિવિધ પાર્ટીના અગ્રણીઓ દ્વારા આ બાબતે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં ઉચ્ચ કક્ષાએ કોઈ સાંભળતું ન હોવાનુ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.

રાજુલાથી સાવરકુંડલા સ્ટેટ હાઈવેનું કામ ક્યારે શરૂ થશે?

રાજુલા અને સાવરકુંડલા સ્ટેટ હાઇવે અતિ બિસ્માર હાલતમાં છે. અહીં ટેન્ડર ખુલી ગયા છે, પરંતુ કોન્ટ્રાકટરો દ્વારા અહીં કામગીરી શરૂ કરાઈ નથી. કરોડોના ખેર્ચે અહીં રોડ મંજૂર થયો છે. ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ચૂકી છે. ત્યારે અહીં રોડ બનાવવાની કામગીરી ઝડપથી શરૂ થાય તેવી લોકોની માંગ છે.

વાહન ચાલક મહેશભાઈએ જણાવ્યું કે, મારે કોઈ રજૂઆત નથી કરવી. મારી એક જ માંગ છે કે, અહીં સરકારી ઓફિસરોને બાઇક ઉપર લાવો ત્યારે જ તેઓને ખબર પડશે કે અહિં રસ્તાની હાલત કેવી છે. બાઇક ચાલક અલારખએ કહ્યું કે, હું તો અહીં વર્ષોથી પસાર થાવ છું. 5 વર્ષ થયા સરકાર હવે ક્યારે નેશનલ હાઇવે બનાવશે. અમારે વાહનોમાં કેટલા વેરેન્ટ આવી રહ્યા છે. નેતાઓ રજૂઆતો કરે છે, પણ કોઈ સાંભળતું ન હોય તેવું લાગી રહ્યુ છે. આ ધૂળ કેટલા સમય સહન કરવાની છે તે ખબર પડતી નથી.

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.