અમરેલી તાલુકાના નવા ખીજડીયા ગામે રહેતા લળીબેન નત્રુભાઈ મકવાણા નામની 26 વર્ષીય સગર્ભાને પ્રસુતીની પીડા ઉપડી હતી. જેના કારણે પરિવારજનોએ 108ની ટીમનો સંપર્ક કર્યો હતો. આ અંગેની જાણ થતા 108ના ઈએમટી મહેશભાઈ સોલંકી અને ડ્રાઈવર યોગેશભાઈ વૈધ ગણતરીની મિનીટોમાં જ 108 દ્વારા નવા ખીજડીયા ગામે આવી ગયા હતા.
108ની ટીમ દ્વારા કેવી રીતે જોડિયા બાળકો નો જીવ બચાવ્યો
લળીબેન વાડી વિસ્તારમાં રહેતા હતા. અને પ્રસુતીની પીડા ખુબ જ વધુ હતી. પરિવાર જનોએ 108 દ્વારા તપાસ કરતા બે બાળકો હોવાનું માલુમ પડ્યું હતું. અહી 108ની ટીમે મહિલાની સ્થળ પર જ પ્રસુતા કરાવી હતી એવું જાણવા મળ્યું હતું. મહિલાએ એક સાથે બે બાળકોને જન્મ આપ્યો હતો. પણ ડીલેવરી બાદ એક બાળક સ્વસ્થ હતું પણ એક બાળક હલનચલન કરતું ન હતું. અને હદયના ધબકારાનો દર ધીરે ધીરે ઓછો થતો હતો. જેના કારણે 108ની ટીમે બાળકને કૃત્રીમ શ્વાસ આપી જીવ બચાવવા માટે ત્યારે કરી જેમાં ટીમ દ્વારા તે બાળક ને બચાવી લેવામાં આવિયો હતો. અંતે મહિલાને વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખેસડવામાં આવ્યા હતા. જ્યા તેમની સ્થિતિ સારી હોવાનું 108ના પ્રોગ્રામ ઓફિસર ચેતનભાઈ ગાધેએ જણાવ્યું હતું.
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.
Leave a Reply
You must be logged in to post a comment.