સીડીએસ બિપિન રાવતના હેલિકોપ્ટર દુર્ઘટનાનો રિપોર્ટ આજે ટ્રાઇ-સર્વિસ દ્વારા કેન્દ્રને સુપરત કરી શકાવાની સંભાવના

તામિલનાડુમાં 8 ડિસેમ્બરે થયેલા હેલિકોપ્ટર દુર્ઘટના કેસમાં તપાસ ટીમ આજે કેન્દ્ર સરકારને તેનો ત્રિ-સેવા તપાસ અહેવાલ સુપરત કરી શકે છે. આ દુર્ઘટનામાં ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ CDS જનરલ બિપિન રાવત તેમની પત્ની અને અન્ય 12 સૈનિકોના મોત થયા હતા. જે બાદ એરફોર્સે ઘટનાની તપાસના આદેશ આપ્યા હતા.સરકાર સાથે જોડાયેલા સૂત્રોએ ન્યૂઝ એજન્સી ANI ને જણાવ્યું કે, ‘તપાસ રિપોર્ટ 31 ડિસેમ્બર સુધીમાં સરકારને સુપરત કરવામાં આવે તેવી અપેક્ષા છે. અધિકારીઓએ જમીની સ્તરની તપાસ કર્યા બાદ વિગતવાર અહેવાલ તૈયાર કર્યો છે અને બ્લેક બોક્સમાંથી મળેલા ડેટાનું સંપૂર્ણ વિશ્લેષણ કરવામાં આવ્યું છે.” સૂત્રોએ જણાવ્યા અનુસાર આ મામલે પ્રાથમિક તપાસમાં અકસ્માત અચાનક થયો હોવાનું જણાય છે. તપાસ માટે અસલ સાધન ઉત્પાદકોની પણ મદદ લેવામાં આવી હતી.

જનરલ બિપિન રાવત, તેમની પત્ની મધુલિકા રાવત અને 12 અન્ય સૈન્ય અધિકારીઓ Mi-17V5 હેલિકોપ્ટરમાં સવાર હતા, જે અકસ્માતનો ભોગ બન્યા હતા. આ તમામ લોકો વેલિંગ્ટનમાં ડિફેન્સ સર્વિસ સ્ટાફ કોલેજ જઈ રહ્યા હતા, અહીં પહોંચવાની થોડી મિનિટો પહેલા જ હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું. આ ઘટનાએ સમગ્ર દેશને ચોંકાવી દીધો હતો. સેનાના હેલિકોપ્ટરની ગુણવત્તા પર સવાલો ઉભા થયા છે. તથા અકસ્માત અંગે અલગ-અલગ વાતો કહેવામાં આવી હતી. ઘટનાની તપાસના આદેશ આપ્યા બાદ બ્લેક બોક્સ મળી આવ્યું હતું. બ્લેક બોક્સને ફ્લાઈટ ડેટા રેકોર્ડર પણ કહેવામાં આવે છે. જેમાંથી અનેક પ્રકારની મહત્વની માહિતી મેળવી શકાય છે. વાયુસેનાના વડા, એર ચીફ માર્શલ વીઆર ચૌધરી હાલમાં દક્ષિણ કોરિયાની ચાર દિવસીય (26-30 ડિસેમ્બર) મુલાકાતે હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર આવી સ્થિતિમાં તેમના પરત આવ્યા બાદ સરકારને રિપોર્ટ સોંપવામાં આવશે. એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કે આજે રિપોર્ટ આવી શકે છે.

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.