જૂનાગઢ જિલ્લામાં આજે કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનનો પહેલો કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડધામમાં આવી ગયા હતા. ઓમિક્રોન પોઝિટિવનો આ પ્રથમ કેસ આવેલ તે શખ્સ કેન્યાના નૈરોબીથી જૂનાગઢ આવેલ હોવાનું સામે આવેલ છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં હજુ પણ ઓમિક્રોનનો એક કેસ શંકાસ્પદ હોય જેનો રિપોર્ટ આવવાંમાં એક-બે દિવસ લાગશે.
૧૦ દિવસ પહેલા કેન્યાના નૈરોબીના એક દંપતીને જૂનાગઢ શહેરની ખાનગી હોસ્પિટલમાંથી રીફર થઈને આવેલ શંકાસ્પદ હાલતમાં જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. નૈરોબીના સિટીઝન અને જૂનાગઢના વતની પતિ-પત્ની 58 વર્ષીય પુરુષ અને તેમના 52 વર્ષીય પત્નીના અગાઉ આરટીપીસીઆર અને એન્ટીજન ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા. તેઓને ઓમિક્રોન વોર્ડમાં દાખલ કરી બંન્નેના ઓમિક્રોન ટેસ્ટ માટે જીનોમ સિકવન્સીંગના રીપોર્ટ કરાવવા મોકલવામાં આવ્યા હતા. જેમાંથી આજે પુરૂષનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું સિવિલ હોસ્પિટલના મેડીકલ સુપ્રિટેન્ડેન્ટ ડો. સુશીલકુમારે જણાવેલ હતુ. હજુ એક કેસ શંકાસ્પદ સારવારમાં આવશે. ઓમિક્રોન પોઝિટિવ આવેલ દર્દીની તબિયત સારી હોવાનું જણાવેલ હતુ.
હાલ કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવા તંત્ર સજ્જ છે. સિવિલ હોસ્પિટલમાં હાલ 1081 ઓક્સિજન બેડ સાથે 350 વેન્ટિલેટ૨, 24 હજાર લીટર લીક્વીડ ઓક્સિજન સપ્લાયની સુવિધા ઉભી કરી લેવામાં આવી છે. કોરોના સાથે ઓમિક્રોન વોર્ડ પણ તૈયાર કરી લેવામાં આવ્યો છે.
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.
Leave a Reply
You must be logged in to post a comment.