વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પંજાબના ફિરોઝપુરમાં રેલી કરવાના હતા તે માટે પીએમ મોદી બઠિંડા પહોંચ્યા હતા અને ત્યાંથી હેલિકોપ્ટર દ્વારા હુસૈનીવાલામાં રાષ્ટ્રીય શહીદ સ્મારક પહોંચવાનું હતું. પરંતુ ખરાબ હવામાન અને વરસાદના કારણે વડાપ્રધાને 20 મિનિટ સુધી રાહ જોવી પડી હતી. જોકે આકાશ સાફ ન દેખાતાં આખરે તેમણે બાય રોડ રાષ્ટ્રીય શહીદ સ્મારક પહોંચવાનો નિર્ણય કર્યો હતો. તેમાં લગભગ 2 કલાક જેટલો સમય લાગવાનો હતો અને પંજાબના ડીજીપીએ સુરક્ષા પ્રબંધોની પૃષ્ટિ કરી હતી ત્યાર બાદ વડાપ્રધાન મોદી રોડ માર્ગે રાષ્ટ્રીય શહીદ સ્મારક જવા નિકળીયા હતા.
પણ રાષ્ટ્રીય શહીદ સ્મારકથી આશરે 30 કિમી દૂર જ્યારે વડાપ્રધાન મોદીનો કાફલો ફ્લાઈઓવર ઉપર પહોંચ્યો ત્યારે ત્યાં કેટલાક આંદોલનકારીઓએ રસ્તો રોકી લીધો હતો. આ કારણે પીએમ મોદીના કાફલાને 15-20 મિનિટ સુધી ફ્લાઈઓવર ઉપર રોકાઈ રહેવું પડ્યું હતું.
ગૃહ મંત્રાલય તરફથી આ અંગે નિવેદન આપવામાં આવ્યું છે અને પંજાબ સરકાર પાસે પણ જવાબ માગવામાં આવ્યો છે, નરેન્દ્ર મોદીના કાફલાનો રસ્તો પ્રદર્શનકારીઓએ રોકી લીધો હતો. તેના પગલે સુરક્ષા વ્યવસ્થા સામે સવાલ ઉઠી રહ્યા છે. ગૃહ મંત્રાલયના કહેવા પ્રમાણે પીએમ મોદીના કાર્યક્રમ અને પ્રવાસ અંગે રાજ્ય સરકારને પહેલેથી જણાવી દેવામાં આવી હતી. એટલા માટે નિયમ પ્રમાણે રાજ્યએ સુરક્ષાની સાથે સાથે આકસ્મિક પ્લાનની તૈયાર રાખવાની જરૂર હતી. આ સાથે જ આકસ્મિક પ્લાનને ધ્યાનમાં રાખીને પંજાબ સરકારે સડક માર્ગે ઉપર વધારાની સુરક્ષા તૈનાત કરવાની હતી પરંતુ તેમ ન બન્યું. આ સુરક્ષા ચૂક બાદ કાફલાએ બઠિંડા એરપોર્ટ પર પરત ફરવાનો નિર્ણય લીધો હતો.આ ઘટનાની ગંભીરતા વ્યક્ત કરતા ભઠિંડા એરપોર્ટ પર મોદીએ અધિકારીઓને કહ્યું હતું કે – હું એરપોર્ટ સુધી જીવતો પહોંચી શક્યો, તે માટે તમારા CM ને થેન્કસ કહેજો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પંજાબમાં 42,750 કરોડ રૂપિયાની વિવિધ વિકાસલક્ષી યોજનાઓનો શિલાન્યાસ કરવાના હતા. પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલાં પીએમ મોદીનો આ પ્રવાસ ખૂબ જ મહત્ત્વનો ગણવામાં આવતો હતો.
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.
Leave a Reply
You must be logged in to post a comment.