પીપાવાવની બેંકમાં ચોરી કરવા ઘૂસેલ પંજાબનો ચોર, PSIએ હિંમતપૂર્વક સામનો કરી આરોપી સામે કરી ફાયરિંગ

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના પીપાવાવમાં આવેલી એક્સિસ બેંકમાં ચોરીના ઈરાદે એક પંજાબનો તસ્કર ઘૂસતા ક્રાઇમ સર્જાયા હતા. બેંકમાં આ તસ્કર ઘૂસ્યો હોવાની પીપાવાવ પોલીસને જાણ થતા પોલીસની ટીમે બેંકને કોર્ડન કરી લીધી હતી. આ દરમિયાન તસ્કરે સળિયા વડે PSI દીપસિંહ તુવર ઉપર હુમલો કરી ત્યાંથી નાસવાનો પ્રયત્ન કરતો હતો. જેથી પીએસઆઈએ પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી એક રાઉન્ડ ફાયરિંગ કરવાની ફરજ પડી હતી. ફાયરિંગમાં આરોપી ઘવાયો હતો અને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામા આવ્યો છે. ચોરી કરવા ઘૂસેલો તસ્કર પંજાબનો ટ્રક ડ્રાઈવર હોવાનો જાણવા માળિયું હતું.

એસપી નિર્લિપ્ત રાય ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા

સવારના સમયે પીપાવાવમાં આવેલી એક્સિસ બેંક બંધ હતી મુખ્ય દરવાજો પણ બંધ હતો. બિલ્ડીંગના પાછલના ભાગે આવેલી બારીની ગ્રીલ તોડી તસ્કર બેંકમાં પ્રવેશ્યો હતો. બેંક મેનેજરે જણાવિયું કે બેંકમાં ઉપલબ્ધ ઈન્ટ્રુડર એલાર્મ સિસ્ટમના કારણે બેકની મુખ્ય શાખાને બેંકમાં અજુગતુ બન્યાની જાણ થઈ હતી. જેથી બેંક મેનેજરે તુરંત પીપાવાવ પોલીસનો સંપર્ક કરી જાણકારી આપી હતી.

આરોપી ધર્મપ્રીતસિંગ CCTV માં કેદ

આ ઘટનાના પગલે જિલ્લા પોલીસ વડા નિરલિપ્ત રાય,LCB,SOG પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરી છે આસપાસના પોલીસ સ્ટેશન અધિકારીઓ પણ મદદ માટે દોડી ગયા હતા. હાલ પોલીસ તપાસ ચાલી રહી છે અને બેન્ક તરફથી ફરિયાદ આપવા માટેની કાર્યવાહી શરૂ છે.

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.