15 હજારનો પગારદાર ધરાવનાર બાબરાની સરદાર પટેલ લો કોલેજનો પ્રિન્સિપલ દિલાવર કુરેશી 30 લાખની કાર લઇને ફરે છે.મુળ ગીર સોમનાથના પ્રભાસ પાટણનો દિલાવર કુરેશી યુનિવર્સિટીના લો કોલેજના એક ડીન સાથે તેને અંગત સંબંધ છે જેના કારણે તેની બાબરા કોલેજમા પ્રિન્સિપાલ તરીકે નિમણુક કરવામાં આવી હતી. માત્ર 15 હજારનો પગારદાર ધરાવનાર આ કર્મચારી પાસે રૂપિયા 30 લાખની કિમતની કાર છે. દિલાવર કુરેશીની પ્રવૃતિ પણ શંકાસ્પદ છે પોલીસે તેનો મોબાઇલ કબજે લીધો છે તેમા 6 જેટલી યુવતીઓ સાથે વાંધાજનક ચેટીંગ હોવાની સકયતા છે તેને લીધે લવ જેહાદ મુદે પણ તપાસ થવી જરૂરી બની છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચાલી રહેલી પરીષામાં બીકોમ સેમેસ્ટર 3નું અર્થશાસ્ત્રનું પેપર લીક થયુ હતું તે મામલે યુનિવર્સિટી પોલીસ દ્વારા 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે તેમાં અમરેલી જિલ્લાના બાબરાની સરદાર પટેલ લો કોલેજના પ્રિન્સિપાલની મુખ્ય ભૂમિકા છે આ વાત સામે આવતા પ્રિન્સિપાલ, ક્લાર્ક અને પ્યૂન સહિત અન્ય 3 વિદ્યાર્થી મળી કુલ 6 વ્યક્તિની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સાથે જ યુનિવર્સિટી દ્વારા આ કોલેજનું પરીક્ષા કેન્દ્ર રદ કરવા જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત કોલેજની માન્યતા રદ કરવા માટે કુલપતિ દ્વારા સક્ષમ કમિટીમાં ઠરાવ મૂકવામાં આવશે.
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.
Leave a Reply
You must be logged in to post a comment.