ગુજરાત રાજ્યના સરકારના આરોગ્ય વિભાગ દ્વારા દરેક નાગરિકો નિરોગી અને સુખમય જીવન જીવે, શારિરીક રીતે તંદુરસ્તી જળવાય રહે તે માટે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણીના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરત જિલ્લાથી ‘ફિટ ઈન્ડિયા ફિટ ગુજરાત સાયક્લોથોન’નો શુભારંભ કરી અને સમગ્ર રાજ્ય સાથે અમરેલી શહેરમાં પણ ‘સાયકલ ચલન થકી બીનચેપી રોગથી મુક્તિ’ સુત્ર હેઠળ સાયકલ રેલીનું સુદ્રઢ આયોજન અમરેલી જિલ્લા તંત્ર દ્વારા હાથ ધરાયું હતું.
આ સાયક્લોથોન કાર્યક્રમમાં અમરેલી જિલ્લા વિકાસ અધિકારી દિનેશ ગુરવ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જે. એચ. પટેલના હસ્તે રેલીને ફ્લેગઓફ આપીને પ્રસ્થાન કરાવવામાં આવી હતી.
સાયક્લોથોનમાં અમરેલી શહેર સાથે જિલ્લાના રાજુલા આરોગ્ય વિભાગ દ્વારા ડુંગર ખાતે પણ સાયકલોથોનની ઉજવણી કરી હતી જેમા આરોગ્ય કર્મીઓ જોડાયા હતા આ ઉપરાંત મોટા ભાગના સેન્ટરો ખાતે તમામ હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરો, પેટા આરોગ્ય કેંદ્રો, આરોગ્ય કેંદ્રો, અને અર્બન આરોગ્ય કેંદ્રો દ્વારા જિલ્લાના વિવિધ સાઈકલીંગ કલબ, હેલ્થ વિભાગના ડોકટરો, કોલેજના વિદ્યાર્થીઓ, પોલીસ, સરકારી કર્મચારીઓ, સિનિયર સીટીઝન અને બાળકો વગેરે સાયકલીસ્ટોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.
Leave a Reply
You must be logged in to post a comment.