જાફરાબાદ: ટીફીન લઈ બોટમાંથી પગ લપસતા માછીમારનું દરિયામાં પડી જતા મોત

અમરેલી જિલ્લાના જાફરાબાદના દરિયા કાંઠે બાબુભાઈ તેમનું ટીફીન દેવા માટે દરિયા કિનારે ઊભેલી બોટ પાસે પહોંચ્યા હતા. અને બોટ ઉપર ચડવા ગયા ત્યારે બોટમાંથી પગલ લપસી ગયો. જેના કારણે તે દરિયામાં પડી ગયા હતા. અને પાણીમાં ડુબી જતા તેમનું મોત નિપજ્યું હતું. બનાવની માહિતી પરિવારજનોમાં જાણ થતાં તમામ પરિવાર જાણો શોકમાં ગરકાવ થઇ ગયા હતાં. આ અંગે જાફરાબાદ મરીન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

જાફરાબાદ મરીન પોલીસ મથકમાં મીનાબેન છનાભાઈ બારૈયાએ જણાવ્યું હતું કે સામાકાંઠે રહેતા અને માછીમારી કરતા બાબુભાઈ વસ્તાભાઈ સોલંકી (ઉ.વ. 50) ઘરેથી પોતાનું ટીફીન લઈ બંદર ઉપર ઊભેલી બોટ સમુદ્ર સાગર નામની બોટમાં ટિફિન દેવા ગયા હતા. આ દરમિયાન બોટમાંથી પગ લપસી ગયો અને તેઓ દરિયામાં પડી ગયા હતા. જાફરાબાદ બંદરના દરિયાના પાણીમાં બાબુભાઈ સોલંકીનું ડુબી જતા મોત નિપજ્યું હતું.

બાબુભાઇ ટીફીન લઈ બોટ પર પહોંચેલા માછીમારનું અકસ્માતે દરિયામાં પડી જતા અવસાન થયું હતું. પરિવારજમાં મોટો શોકનો માહોલ પ્રસર્યો હતો. આ અંગે જાફરાબાદ મરીન પોલીસમાં જાણ કરાતા હેડ કોન્સ્ટેબલ જી.એન. ડોડીયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.