ગુજરાતમાં 2 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી, ક્યાં કેટલો વરસાદ પડસે ?

હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત માટે આગાહી કરવામાં આવી છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા 28 ડિસેમ્બરે વરસાદ પડવાની સંભાવના છે. આ વર્ષે ગુજરાતના ખેડૂતો પર માઠી બેઠી છે. વાવાઝોડાનો માર સહન કરી અને ફરી બેઠા કરેલા પાક પર કમોસમી વરસાદી પાણી ફેરવી રહ્યું છે.

હવામાન વિભાગના આગાહી મુજબ 27 ડિસેમ્બરે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે જ્યારે 28 ડિસેમ્બરે સામાન્ય વરસાદ થવાની વઆગાહી છે જેમાં ઉત્તર ગુજરાતના પાલનપુર,બનાસકાંઠા,થરા અને ડીસામાં કમોસમી વરસાદની આગાહી છે. ખાસ કરીને નવા વર્ષની શરૂઆતથી કાતિલ ઠંડી પડશે અને ત્યારબાદ આગામી દિવસોમાં ધીરે ધીરે તાપમાન ઊચુ આવશે.વરસાદી સિસ્ટમ હટતા જ ઠંડીનો ચમકારો અનુભવાશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગળના 3-4 દિવસમાં ગુજરાતમાં તાપમાન સામાન્ય રહેશે. પણ 27 ડિસેમ્બરે વાતાવરણમાં થોડો બદલાવ આવી શકે છે. 28 ડિસેમ્બરે સામાન્ય વરસાદ થવાની સંભાવના છે. સૌરાષ્ટ્રમાં 28 ડિસેમ્બર બાદ તાપમાન ઘટી શકે છે. સાથે ગુજરાત ભરમાં 29 ડિસેમ્બર પછી તાપમાન ગગડી શકે છે. હાલમાં સૌથી ઓછું તાપમાન અમરેલીનું શહેર જાણવા મળ્યું છે.

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.