ગામમાં સિંહ ઘૂસી આવતા દોડઘામ મચી, એક જ તરાપમાં પશુનો શિકાર કર્યો

0
232
views

અમરેલી જિલ્લાના સાવરકુંડલા-રાજુલા હાઈવે પર આવેલા જાબાળ ગામમાં રાત્રિના સમયે સિહ ઘૂસી આવેલો અને તેણે પશુનો શિકારની કરીયો હતો તેના દ્રસ્યો CCTV માં કેદ થયા હતા. રાત્રિના સમયે શિકારની શોધમાં એક સિંહ જાબાળ ગામમાં આવી ચડતા રખડતા પશુઓમાં નાસભાગ મચી હતી. પશુઓની પાછળ સિંહે દોટ મૂકી અને એક જ તરાપમાં એકપશુનો શિકાર કર્યો હતો. સિંહે કરેલા આ શિકારના દ્રસ્ય CCTV માં કેદ થઈ ગયા હતા.

સોશિયલ મીડિયામાં આ CCTVનો વીડિયો વાયરલ થયો છે. આ વિડિયોમાં રાત્રિના સમયે જાબાળ ગામના બસસ્ટેન્ડ નજીક દસથી વધુ રેઢિયાળ પશુઓ આરામ કરતા નજરે પડી રહ્યા છે. તે સમયે એક સિંહ શિકારની શોધમાં ગામમાં પહોંચતા પશુઓમાં નાસભાગ મચે છે. સિંહ પણ શિકાર કરવા માટે પશુઓની પાછળ દોડે છે. એક પશુ નજીક આવતા સિંહ તરાપ લગાવી તેનો શિકાર કરવામાં સફળ રહે છે. સિંહે કરેલા આ શિકારની ઘટના ગામમાં લાગેલા CCTVમાં કેદ થઈ હતી.

અમરેલી જિલ્લાના ગામડાઓમાં રાત્રિના સમયે સિંહના આંટાફેરા સામાન્ય વાત બની છે. ખાંભા, જાફરાબાદ,રાજુલા અને ધારી ગીર વિસ્તારના ગ્રામ્ય વિસ્તારમાં શિકારની શોધમાં સિંહ અવારનવાર ચડી આવે છે. ગ્રામ્ય વિસ્તારમાં સિંહના આંટાફેરા વધતા ગામલોકો અને પશુપાલકોમાં ફફડાટ ફેલાયો છે.

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here