રાજુલા: સિટીમાં સફાઈના અભાવે લોકો પરેશાન, સ્કૂલ પાસે જ કચરો જોવા મળીયો

0
162
views

અમરેલીના રાજુલા સિટીમાં કૉંગ્રેસ શાસિત નગરપાલિકાનો વિકાસ દિનપ્રતિદિન કથલી રહ્યો છે. ચોમાસામાં રાજુલા શહેરમાં ગટરો ઉભરાવવાની સમસ્યા મોટો મુદ્દો હતો. ત્યાર બાદ હાલ કચરાની સમસ્યાને લઇ અને શહેર માં રોષ બની છે. શહેરી વિસ્તારમાંથી સમયસર કચરો ના ઉપડતા લોકોએ પરેશાની વેઠવાનો વારો આવ્યો છે.

રાજુલા શહેરના અલગ અલગ વિસ્તારમાં સફાઈના અભાવે કચરાની જાણે ખેતી જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે રાજુલા શહેરની કન્યા શાળા નંબર 3 પાસે પણ કચરાના ઢગલાઓ થતા વિદ્યાર્થીઓના આરોગ્ય પર ખતરો ઉભરાઈ રહ્યો છે.

રાજુલા શહેરમાં ગંદકીની સમસ્યા મુદ્દે નગરપાલિકામાં સ્થાનિક લોકો અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી હોવા છતા સમસ્યા એમની એમજ રહી હોવાનો આક્ષેપ કરવામા આવ્યો છે. લોકોએ વહેલીતકે શહેરમાંથી ગંદકી દૂર કરી સ્વચ્છ બનાવવા માગ કરી છે.

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here