રાજુલા : હિંડોરણા ચોકડીએ ખાનગી કંપનીના અધિકારીઓ ઉપર હુમલો કરનાર આરોપી ઝડપાયા
તટસ્થ તપાસ દરમિયાન અનેક મોટા માથા પર વીજળી ત્રાટકે તેવી શકયતાઓ
રાજુલાના હિંડોરણા ગામ નજીક ખાનગી કંપનીના વાઈસ પ્નેસિડેન્ટ પર હુમલો કરનાર શખ્સોને પોલીસે ઝડપી પાડયા હતા. થોડા દિવસો પહેલા રાજુલા નજીક આવેલ હિંડોરણા પુલ પર ખાનગી કંપનીના વાઇસ પ્નેસિડેન્ટ પર અજાણ્યા શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો.
આ શખ્સો વિદ્ધ રાજુલા પોલીસ સ્ટેશનમાં અ–ગુ. ર. નં.૦૮૩૧/ર૦ર૧ આઇપીસી કલમ ૩ર૩,૪ર૭,૧૧૪ તથા જી.પી. એકટ કલમ૧૩પ મુજબ ગુનો નોંધ્યો હતો અને ફરિયાદી ધનંજય રેડી લેટઓબુલા રેડી ઉ.વ.પ૭ ધંધો પ્ના.નોકરી, રહે. બેંગલોર, હાલ રાજુલા રેજન્સી હોટેલ ભેરાઈ રોડ વાળા તેમજ કંપનીની એમ.ડી.પી.એલ. કોન્ટેકટ્રરની ગાડી જી.જે.૧૪ બી.એ. ૦૧૭૮ માં બેસીને તા. ર૬/૦૮/ર૦ર૧ રાત્રીના આશરે સાડા આઠ વાગ્યાની આસપાસ રાજુલાના હિંડોરણા પુલ પરથી પસાર થતા હોય ત્યારે પાછળ થી અજાણ્યા ૩ ભુકાનીધારી ઈસમો ૩૦ થી ૩પ વર્ષની ઉંમરના લોખંડની પાઇપ લઈ આવી ગાડીમાં આડેધડ ઘા મારી ફરિયાદીને ઇજા પહોંચાડી ગાડીમાં નુકસાન પહોંચાડીને નાસી ગયેલ હતાં. જે ગુન્હો એનડીટેક રહેવા પામેલ હતો.
જે બાબતે પોલીસે જીણવટપૂર્વક તપાસ હાથ ધરતા જાણવા મળેલ છે. ફરીયાદી કારમાં હતા. ત્યારે કાર ધીમી પડે તે માટે ઇરાદાપૂર્વક પતરાનું ટ્રેકટરનો ડ્રાઈવર હિંડોરણા બાજુમાંથી ખૂબ જ ધીમી સ્પીડે લાવવામા આવેલું હતું. જે આધારે તપાસ કરતા હિંડોરણા ગામમાં રહેતા લક્ષ્મણભાઈ સાદુળભાઈ વાવડીયા ઉ.વ.રપ ધંધો મજુરી રહે હિંડોરણા વાળો જે અગાઉ ખુન જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલ હોય જે ટ્રેકટર ચલાવતો હોય તે આધારે તપાસ કરી પૂછપરછ કરતા આ સમગ્ર બનાવનો ભેદ ઉકેલવામા આવેલ.
આ ઉપરાંત આરોપી લક્ષ્મણભાઈ સાદુળ ભાઈ વાવડીયા ઉ.વ.રપ હિંડોરણા વાળ ાની પૂછપરછ કરતા (૧) જીવણભાઈ સાદુળભાઈ વાવડિયા રહે હિંડોરણા તથા (ર) નરેશભાઈ અરજણભાઈ વાવડીયા રહે. કાગવદર તથા (૩) વાજસુરભાઈ વીરાભાઇ વાઘ રહે રામપરા –ર એ ફરિયાદીની કાર પર લોખંડ વડે હુમલો કર્યોનુ જણાવેલ હતું. અને સમગ્ર મામલાની આરોપીઓની તપાસ કરતા નરેશ અરજણભાઇ વાવડીયા તથા વાજસુરભાઈવીરાભાઇ વાઘ મળી આવેલ આરોપીઓને સઘન પૂછપરછ કરતા આ ચારેય જણાએ કનુભાઈ બાબુભાઈ લાખણોત્રા રહે બારપટોળીના કહેવાથી હુમલો કરેલ હોવાનું જણાવેલ છે. હજું (૧) જીવણ સાદુળભાઇ વાવડીયા રહે હિંડોરણા તા.રાજુલા (ર) કનુભાઈ બાબુભાઈ લાખણોત્રા રહે હિંડોરણા તા. રાજુલા જી.અમરેલી ફરાર હોવાનું જાણવા મળેલ છે અને આરોપીઓ પાસેથી પોલીસે એક ટ્રોલી સાથેનું ટેકટર ૩ લોખંડની પાઇપ, શર્ટ તથા ત્રણ ટોપી અને ત્રણ રૂમાલ કબજે કરેલ છે.
આ તમામ આરોપીઓને પોલીસે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ છે અને ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા.
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.
Leave a Reply
You must be logged in to post a comment.