બાબરામાં જન્માષ્ટમીની રજા પૂર્ણ થતા માર્કેટયાર્ડમાં ગુવારની ભરપુર આવક

બાબરા તાલુકામાં ચોમાસામાં દર વર્ષે ગુવારનું અધધધ ઉત્પાદન જોવા મળી રહ્યાં છે ત્યારે આ વર્ષે પણ મોટા પ્રમાણમાં ગુવારનું ઉત્પાદન થતા શહેરનું માર્કેટીંગયાર્ડ ગુવારથી છલોછલ ભરાય ગયું હતું . જોકે મોટા પ્રમાણમાં ગુવારની આવક થતા ભાવ નીચે રહેતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી . તાલુ કાનક પાંચાળ કરીયાણા , ખંભાળા , મોટુકા , ખાખરીયા સહિતના વિસ્તારના ખેડૂતો દ્વારા ગુવારનું મોટા પ્રમાણમાં વાવેતર કરી ઉત્પાદન મેળવી યાર્ડમાં જાહેર હરાજીમાં મુકવા માટે આવે છે પણ સારો ભાવ નહિ મળતા ખેડૂતોમાં કચવાટ જોવા મળ્યો હતો . વેપારી મુનાભાઈ ભાલાળ એ જણાવ્યું હતું કે દર વર્ષે યાર્ડમાં ગુવારની આવક વધુ જોવા મળે છે અહીં તાલુકાના પંચાલ વિસ્તારમાં ખેડૂતો ગુવારની ખેતી વધુ કરે છે માટે પણ આ અઠવાડિયામાં આવકનું પ્રમાણ વધુ જોવાનું મળ્યું છે તેનું કારણ કે જન્માષ્ટમીમાં યાર્ડ | ત્રણ દિવસ બંધ હતું . જેથી ગુવારની | હરરાજી થઈ શકી નથી , માટે વધુ આવક જોવા મળી રહી છે . હજુ આગામી ત્રણ ચાર દિવસ વધુ જોવા મળશે . હાલ યાર્ડમાં ૧૦૦૦ થી ૧૫૦૦ મણની ‘ આવક જોવા મળી છે અને ભાવ પણ સરેરાશ ૪ થી ૧૫ રૂપિયા જોવા મળી રહ્યા છેપ , જોકેબઝારમાં ગુવારની કિંમત બાબતે પણ તેઓએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું યાર્ડમાં ભાવ પ્રમાણે છૂટક બઝારોમાં પણ ૧૫ થી ૨૦ રૂપિયે કિલો | ગુવાર વેચાય રહ્યા છે . બાબરામાંથી ગુવારની | નિકાસ બાબતે મુનભાઈએ જણાવ્યું હતું કે બાબરા તાલુકામાં મોટા પ્રમાણમાં ગુવારનું ઉત્પાદન થતા અમરેલી સહિત જિલ્લા બહાર બરોડા , ભાવનગર , જામનગર , પાદરા , રાજકોટ શહેર સહિતના અન્ય જિલ્લાઓ પણ વેપારીઓ નિકાસ કરવામાં આવે છે તેમજ રાજય બહાર જ માંગ આવે તો વેપારીઓ દ્વારા મોકલવામાં આવે છે . હાલ બાબરામાં ગુવારની ખેતી કરતા ખેડૂતોને ગુવારનું ઉત્પાદન તો પુષ્કળ મળ્યું પણ પૂરતું વળતર નહિ મળતા નારાજગી જોવા મળી હતી અને નાછૂટકે ગુવાર વેચવા માટે મજબૂર બન્યા હતા .

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.