સરકારી વિનયન અને વાણીજય કોલેજ લીલીયામાં આચાર્ય રાજેન્દ્રસિંહ એ . રાઠોડની અધ્યક્ષતામાં રાજય સરકાર આયોજિત ” આઝાદી કા અમૃત મહોત્સવ ” કાર્યક્રમ હેઠળ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫ મી જન્મ જયંતિ ઉજવણીનાં ભાગરૂપે અત્રેની કોલેજમાં કોલેજ કક્ષાએ શ્રી ઝવેરચંદ મેઘાણી રચિત ગીતોની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં ડો . કેતન કાનપરિયાએ પ્રારંભિક ઉદબોધનમાં સ્પર્ધાના નિયમો સમજાવ્યા હતા . ત્યારબાદ અધ્યક્ષ સ્થાને બોલતા આચાર્ય રાઠોડે શ્રી મેઘાણીનાં જીવનના પ્રસંગો રજૂ કરી કાર્યક્રમને ખુલ્લો મુકયો હતો . જે કાર્યક્રમમાં એક સમૂહગીત તથા સાત વિદ્યાર્થીનીઓ દ્વારા મેઘાણીનાં કાવ્યો તથા શૌર્યગીતો રજૂ કર્યા હતા . જેમાં પંડયા શિવાનીએ પ્રથમક્રમ , ડોબરિયા અમીશાએ દ્વિતીય ક્રમ તથા હિરપરા તન્વીએ તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો .
કાર્યક્રમમાં અત્રેની કોલેજમાં અધ્યાપક ડો . કે.જી. રાઠોડ , ડો . પી.વી. મારૂ તથા ડો . વી.યુ. પટોળીયાએ નિર્ણાયકની ભૂમિકા ભજવી હતી . કાર્યક્રમનું આયોજન આચાર્ય રાજેન્દ્રસિંહ એ . રાઠોડની સુચનાથી ગીત , સંગીત ધારાના રાઠોડની સુચનાથી ગીત , સંગીત ધારાના કન્વીનર ડો . નરેશ ચૌધરીએ કર્યુ હતું . આ કાર્યક્રમ સફળ બનાવવા સમગ્ર સ્ટાફગણે ભારે જહેમત ઉઠાવી હતી અને સેમ -૩ અને સેમ -૫ નાં તમામ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા .
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.