dhari khodiyar dem

ધારી ખોડિયાર: ભારે વરસાદને પગલે ડેમના 5 દરવાજા ખોલાયા, 43 ગામડાને અપાયું એલર્ટ

 

  • ધારી ખોડિયાર ડેમના પાંચ દરવાજા ર ફુટ ખોલવામાં આવ્‍યા
  • ઉપરવાસમાં સતત વરસાદથી પાણીની ધીંગી આવક

અમરેલી જિલ્લામાં ગઈકાલે સાંજથી જ વરસાદી વાતાવરણ થઇ ગયું હતું. અને મોડી રાત્રે ખૂબ વરસાદ વરસ્યો હતો જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી બીજી તરફ ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી હતી.

ધારી ખોડિયાર ડેમના પાંચ દરવાજા ખોલવામાં આવ્‍યા

સાથોસાથ ધારી પંથકમાં અવિરત મેઘ મહેરના પગલે નદી નાળામાં ભારે પૂર આવ્યું હતું અને શેત્રુંજી નદીમાં પણ પાણીની આવક ખૂબ થવા માંડી હતી ખાસ કરીને ગીરના જંગલોમાં ભારે વરસાદ વરસી ગયો હતો જેના કારણે ધારીના ખોડિયાર ડેમમાં પાણીની આવક ખૂબ જ વધી ગઈ હતી. ધારી ડેમ માં પાણીની આવક 7300 ક્યુબિક્સેક પાણીની આવક સામે જાવક ના હતી. એટલે પ્રથમ બે દરવાજા 0.15 મીટર ખોલવામાં આવ્યા હતા. જ્યારે આજે વધુ વરસાદ પડતાં વધુ એક દરવાજો ખોલવામાં આવ્યો હતો ત્યારબાદ અન્ય બે દરવાજા પણ ખોલવામાં આવ્યા છે આ રીતે કુલ પાંચ દરવાજા 0.60 મીટર ખોલવામાં આવ્યા છે.

અમરેલી જિલ્લામાં વરસાદ

અમરેલી જિલ્લામાં ચોમાસા નો સૌથી વધુ વરસાદ અમરેલી તાલુકામાં 94.23% પડ્યો છે. જ્યારે મોસમનો સૌથી ઓછો વરસાદ 52.69 ટકા જાફરાબાદ માં નોંધાયો છે.

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.