અમરેલી જિલ્લાના રાજુલાનુ એક ગામ ભેરાઇ જ્યાં કોસ્ટલ બેલ્ટ પર સિંહોની સંખ્યા વધી રહી છે. ત્યારે મંગળવારે વહેલી સવારે અશોકભાઈ ટીમાણીયા કાર લઈ પીપાવાવ નોકરી પર જતા હતા. ત્યારે ભેરાઈ રોડ પર બંધ પેટ્રોલપંપ નજીક રોડ ઉપર સિંહ અને તેના નાના બચ્ચાં આવી ચડ્યા હતા. વહેલી સવારે અંદાજિત 5 વાગે સમયે સિંહ રોડ વચ્ચે આવી ગયા હોવાથી કાર ચાલકે ઓચિંતી બ્રેક મારી હતી.
સિંહો અને બચ્ચાં રોડ વચ્ચે જ મસ્તીએ ચડ્યા હોવાથી મસ્તી કરતા કરતા અલ્ટો કાર આગળ આવીને કાર સાથે અથડાય તેવી સ્થિતિ સર્જાઈ તેમ હતી. એટલે તેમને ઇજા ન થાય તે માટે કાર ચાલક દ્વારા તેમને બચાવવા માટે કાર પાછળ રિવર્સ લેતાં કાર ખાડામાં ઉતરી જવાની ઘટના બની હતી. જે આપણને ફોટોમાં જોવા મળે છે. જો કે આ ઘટનામાં કોઈને ઇજા થવા પામી નથી.
ત્યારબાદ તરતજ એક બાઇક ચાલક દૂરથી આવતા તેનો જીવ ઓચિંતા સિંહને જોઈ તાળવે ચોંટી ગયો હતો. તેમજ બાઇક વાળવાની ઉતાવળે તે પણ પડતા પડતા મહા મુસીબતે બાઇક વાળી અન્ય માર્ગ ઉપર ચડી ગયો હતો. ત્યારબાદ કાર ચાલક પોતાની કાર માંથી નીચે ઉતર્યા હતા, જો કે કેટલીક મિનિટો પછી સિંહો રોડ પરથી વાડી વિસ્તાર તરફ રવાના થયા હતા.
કાર ચાલક અશોકભાઈએ જણાવ્યું હતું કે સિંહો ઓચિંતા રોડ ઉપર આવી જતા શું કરવું તે વિચારમાં, તેમણે બ્રેક મારી દીધી હતી. પરંતુ તેઓ મસ્તી કરતા કરતા ગાડી સાથે ભટકાય તેમ હતા એટલે ગાડી રિવર્સ લેતાં ગાડી પાછળના ખાડામાં ઉતરી ગઈ હતી.
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.
Leave a Reply
You must be logged in to post a comment.