કોરોનાનો નવા વેરિયન્ટ ઓમિક્રોન સમગ્ર વિશ્વમાં ઝડપથી ફેલાતો જઈ રહ્યો છે. આ દરમિયાન ભારતીય તબીબી સંશોધન પરિષદ ICMR એ મોટો નિર્ણય લીધો છે. ICMR એ ઓમિક્રોનની તપાસ કરનારી પ્રથમ કિટને મંજૂરી આપી છે. આને ટાટા મેડિકલે તૈયાર કરી છે. એનું નામ Omisure છે.મુંબઈની ટાટા મેડિકલને કિટની મંજૂરી 30 ડિસેમ્બરે મળી ગઈ હતી. તે અંગેની માહિતી હવે જાહેર કરવામાં આવી છે.
દેશમાં અત્યાર સુધી ઓમિક્રોનની જાણકારી મેળવવા માટે બીજી કિટનો ઉપયોગ થઈ રહ્યો છે. આ મલ્ટિપ્લેક્સ કિટનું અમેરિકાની થર્મો ફિશર નામની કંપની દ્વારા માર્કેટિંગ કરવામાં આવી રહ્યું છે. આ કિટ એસ-જીન ટાર્ગેટ ફેલિયર (SGTF) સ્ટ્રેટેજીથી ઓમિક્રોની તપાસ કરે છે. હવે ટાટાની જે કિટને મંજૂરી આપવામાં આવી છે એનું નામ ટાટા એમડી ચેક RT-PCR ઓમિશ્યોર (TATA MD CHECK RT-PCR OMISURE) છે.
ઓમિક્રોન કોરોનાનું નવું વેરિયન્ટ છે. એને તેને ડેલ્ટા કે ડેલ્ટા પ્લસ જેટલો ઘાતક માનવમાં આવી રહ્યો નથી, પરંતુ એની સરખામણીએ એ ઘણી ઝડપથી ફેલાઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે દેશમાં ઓમિક્રોનના કુલ કેસની સંખ્યા વધીને 1892 થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં 568 અને દિલ્હીમાં 382 ઓમિક્રોનના સૌથી વધુ કેસ છે. ઓમિક્રોનના 1892 દર્દીમાંથી 766 દર્દી સાજા થઈ ગયા છે.
ઓમિક્રોનના લીધે કોરોનના કેસમાં પણ વધારો જોવા મળ્યો છે, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 37,379 નવા કેસ સામે આવ્યા છે.11,007 લોકો રિકવર થઈ ગયા છે અને 124 લોકોના મોત નિપજ્યા છે.
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.
Leave a Reply
You must be logged in to post a comment.