દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કોરોના સંક્રમિત થયો છે. તેમણે સવારે ટ્વીટ કરીને આ વાતની જાણ કરી છે.સંક્રમણ ની જાણ થતાં જ કેજરીવાલે પોતાને ક્વોરેંટાઇન કરી લીધા છે. તેમણે કહ્યું હતું કે મારો કોવિડનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મને હળવાં લક્ષણો છે. હું ઘરમાં ક્વોરન્ટીન થયો છું. મારા સંપર્કમાં આવેલા લોકો પણ આઈસોલેટ થઈ જાય અને પોતાનો ટેસ્ટ કરાવે.
અરવિંદ કેજરીવાલ પંજાબ,ગોવા,ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં પાર્ટી માટે પ્રચાર કરી રહ્યા હતા. સોમવારે તેમણે ઉત્તરાખંડના દેહરાદુનમાં હજારો લોકોની હાજરીમાં સભા કરી હતી. તેમણે 3 જાન્યુઆરીએ દેહરાદૂનમાં ‘નવ પરિવર્તન સભા’ કરી હતી. 2 જાન્યુઆરીના રોજ ઉત્તરપ્રદેશના લખનઉમાં પણ વિશાળ સભાને સંબોધન કર્યું હતુું. 1 જાન્યુઆરીના રોજ અમૃતસરમાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. 31 તારીખે પંજાબમાં શાંતિ યાત્રામાં હાજરી આપી હતી, જેમાં હજારો લોકો હાજર રહ્યા હતા. 30મી ડિસેમ્બરે ચંદીગઢમાં વિજય યાત્રામાં જોડાયા હતા.
દેશની રાજધાની દિલ્હીમાં સોમવારે 4099 નવા કોરોના દર્દીઓ મળી આવ્યા હતા, અને એકનું મુત્યુ થયું હતું. અત્યાર સુધી દિલ્હીમાં 14.58 લાખ લોકો સંક્રમિત થયા છે, જેમાં 14.22 લાખ લોકો સાજા થઈ ગયા છે અને 25 હજાર 110 લોકોનાં મોત થયાં છે, 10986 લોકોની સારવાર ચાલી રહી છે.જ્યારે સંક્રમણનો દર 6.46 ટકા પર પોહચી ગયો છે.
અરવિંદ કેજરીવાલ છેલ્લા પાંચ દિવસમાં ક્યાં ક્યાં ગયા હતા?
3 જાન્યુઆરીએ દેહરાદૂનમાં ‘નવ પરિવર્તન સભા’ યોજી હતી
2 જાન્યુઆરીએ ઉત્તરપ્રદેશના લખનઉમાં પણ જાહેર સભાને સંબોધન કર્યું હતુું.
1 જાન્યુઆરીના રોજ અમૃતસરમાં રામ તીર્થ મંદિર ગયા હતા.
31મી ડિસેમ્બરે પંજાબમાં શાંતિ યાત્રામાં જોડાયા હતા
30મી ડિસેમ્બરે ચંદીગઢમાં વિજય યાત્રામાં જોડાયા હતા.
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.
Leave a Reply
You must be logged in to post a comment.