રાજુલા તાલુકા માટે કોવિડ ટેસ્ટ લેબોરેટરી ફાળવવા અંબરીશ ડેરની મુખ્યમંત્રીને રજૂઆત

અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા-જાફરાબાદ તાલુકાનાં કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા રાજુલા શહેરમાં કોવિડ ટેસ્ટ માટે લેબોરેટરી બનાવવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર મારફતે રજૂઆત કરી છે. ગુજરાતમાં કોરોના સંક્રમણ ફરી એકવાર વધી રહ્યું છે અને સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. ત્યારે રાજુલા શહેરમાં કેટલીક આરોગ્યલક્ષી સુવિધા વધારવા આવે તેવી મુખ્યમંત્રી સમક્ષ પત્ર મારફતે રજૂઆતો કરાઈ છે.

ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા પત્રમાં જણાવવામાં આવ્યું છે તે પ્રમાણે કોવિડ 19 અને ઓમિક્રોન નામની મહામારીને લીધે સમગ્ર દેશમાં અને ગુજરાતમાં ફરી કેસોમાં ખૂબ જ ઝડપથી વધારો થઈ રહ્યો છે, ત્યારે રાજ્યની સ્થિતિ વધુ વિકટ અને ગંભીર બને તે પહેલા તેમના વિસ્તારના ક્ષેત્રમાં આવેલ રાજુલા શહેરની જનરલ હોસ્પિટલમાં કોરોના અને ઓમિક્રોન બંનેના ટેસ્ટ માટેની લેબોરેટરી શરૂ કરવામાં આવે તે ખૂબ જરૂરી છે. કેમ કે તેના મતે આ વિસ્તાર દરીયાઈ પટ્ટી ઉપર આવેલો મોટો વિસ્તાર છે અહીં નાની-મોટી કંપની પણ આવેલી છે જેમાં અન્ય રાજ્ય માથી પણ લોકો કામ કરવા આવતા હોવાથી કોવિડ ટેસ્ટ માટેની લેબ ન હોવાને કારણે ખૂબ જ હેરાનગતિ થાય છે. જેથી કોરોનાની ત્રીજી લહેર પહેલા રાજુલા શહેરમાં એક લેબ ફાળવવામાં આવે તેવી તેમણે ભલામણ કરી હતી.

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.