પીપાવાવમાં ખાનગી કંપનીના સુપરવાઈઝરની હત્યા કરી લાશ જમીનમાં દાટી દીધી

અમરેલી જિલ્લાના પીપાવાવ પોર્ટ પર આવેલી ખાનગી કંપનીમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરતા એક કર્મચારીની હત્યા નિપજાવી લાશને જમીનામં દાટી દેવાતા ચકચાર મચી છે. પીપાવાવ મરીન પોલીસે મૃતદેહને જમીનમાંથી બહાર કાઢી આગળની તપાસ હાથ ધરી છે.

અમરેલી જિલ્લામાં આવેલ પીપાવાવ પોર્ટ વિસ્તારમાં કોન્ટ્રાક લોજીક કંપની આવેલી છે તેમાં લેબર સુપર વાઇઝર તરીકે કામ કરતા અનિલકુમાર આશારામ ત્યાગી ઉત્તરપ્રદેશના રહેવાસીની લાશ આજે કંપની પાછળ આવેલી એક જમીનમાં દાટેલી હાલતમાં લાશ મળી આવી હતી.

જો કે અહીં કંપનીની પાછળના ભાગે શંકાસ્પદ દ્રશ્યો જોવા મળતા સિક્યુરિટી દ્વારા પીપાવાવ મરીન પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી તપાસ કરતા જમીનમાં દાટેલી હાલતમાં લાશ મળી આવી હતી. તપાસ કરતાં અનિલકુમાર આશારામ ત્યાગીની લાશ હોવાનું સામે આવ્યું છે. લાશ બહાર નીકળતા હત્યા કરી હોવાનું સામે આવતા પોલીસની અલગ અલગ ટીમો બનાવ સ્થળે દોડી ગઈ હતી અને જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ દ્વારા હત્યાનો ગુન્હો નોંધી લાશને ભાવનગર પીએમ માટે મોકલી આપી છે. અલગ અલગ ટીમો બનાવી હત્યારાઓની ઓળખ મેળવવા માટે તપાસ શરૂ કરી છે.

 

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.