દામનગરમાં સ્ટેટ હાઈવે પર સ્પીડ બ્રેકર મૂકવા માંગણી

અમરેલી જિલ્લાના દામનગરમાં જુના બસ સ્ટેન્ડ પાસે સ્ટેટ હાઈવે પસાર થાય છે ત્યાં સ્પીડ બ્રેકર મુકવા માટે લોકોએ માંગણી ઉઠી છે. અહી નવો રોડ તો બન્યો પણ સ્પીડ બ્રેકરના અભાવે ને કારણે વાહન અકસ્માતના બનાવો વધી રહિયા છે. ઉપરાંત રોડ પર સ્પીડમાં આવતા વાહનથી રાહદારીઓને અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે.

આરસીસી રોડ બની ગયો

દામનગરમાં જુના બસ સ્ટેન્ડ વિસ્તારમાં અજમેરા શોપીંગ સેન્ટરથી વાલ્મીકી વાસના ખુણા સુધી તંત્રએ આરસીસી રોડ બનાવ્યો છે. પરંતુ તંત્રના પાપે અત્યારે શહેરવાસીઓને હાડમારી વેઠવાનોવારો આવ્યો છે. અહી સ્પીડ બ્રેકર જ મુકાયા નથી.

સ્ટેટ હાઈવે પર સ્પીડ બ્રેકર મૂકવાની માંગ

જેના કારણે વાહન ચાલકો બેફામ બન્યા છે. અને રસ્તા પર ટ્રાફિકની સમસ્યા વધી છે.ઉપરાંત સ્પીડ બ્રેકરના અભાવે નાના મોટા વાહન અકસ્માતના બનાવો વધ્યા છે. ક્યારે કોઈ રાહદારીને ઈજાનો ભોગ પણ બનવું પડે છે. આવા સમયે અહી સ્ટેટ હાઈવે પર સ્પીડ બ્રેકર મુકવા જરૂરી બન્યા છે. અન્યથા આગામી દિવસોમાં તંત્રના કારણે અહી કોઈ દુર્ઘટનામાં મોટી જાનહાની થવાની દહેશત વેપારીમાં છે.

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.