જાફરાબાદ તાલુકાના બાલાનીવાવ ગામ નજીક અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મુત્યુ

જાફરાબાદ તાલુકાના બાલાનીવાવ ગામ નજીક ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે ઉપર બોલેરો કાર અને બુલેટ બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બુલેટ ચાલકનું ઘટનાસ્થળ ઉપર જ મુત્યુ થયું હતું. અહીં બોલેરો કાર રાજુલા થી નાગેશ્રી તરફ જતી વખતે બોલેરો કાર ચાલક દ્વારા બાલાનીવાવ ગામ તરફ વાળવા જતા પાછળથી આવી રહેલ બુલેટ બાઇક કાર સાથે અથડાતાં 1 વ્યક્તિ નું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને અન્ય 1 વ્યક્તિને ઇજા થવા પામી છે.

ભાવનગર થી સોમનાથ સુધી ફોરલેન હાઇવેનું કામ ચાલુ હોવાથી હિંડોળાથી નાગેશ્રી સુધી અધૂરા કામોના કારણે રોડ જોખમી બની ગયો છે. અધૂરા કામોને કારણે રોડની બંને સાઈડો રેલિંગ મરવામાં નથી આવી. બંને બાજુ ખુલ્લી હોવાથી વાહન ચાલક ગમે ત્યારે ગમે ત્યાંથી રોડ ઉપર આવી જાય છે જેથી અકસ્માત સર્જાય છે અહીં કોઈ પ્રકારના સેફટી બોર્ડ કે સૂચના લખવામાં નથી આવી.

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.