મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ શનિવારે રાજ્ય સરકારને મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાની માંગ કરી હતી. મુંબઈના શિવાજી પાર્કમાં એક રેલીમાં પોતાના સમર્થકોને સંબોધતા રાજ ઠાકરેએ કહ્યું, “મસ્જિદોમાં આટલા મોટા અવાજે લાઉડસ્પીકર કેમ વગાડવામાં આવે છે? જો આને રોકવામાં નહીં આવે, તો હનુમાન ચાલીસાના સ્પીકર મસ્જિદોની બહાર જોરથી વાગવા લાગશે. હું પ્રાર્થના કે કોઈ વિશેષ ધર્મની વિરૂદ્ધમાં નથી. તેમણે કહ્યું. મને મારા ધર્મ પર ગર્વ છે.
I am not against prayers, but the government should take a decision on removing mosque loudspeakers. I am warning now… Remove loudspeakers or else will put loudspeakers in front of the mosque and play Hanuman Chalisa: MNS chief Raj Thackeray, in Mumbai, Maharashtra pic.twitter.com/MjSVrWJ5XK
— ANI (@ANI) April 2, 2022
મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધતા રાજ ઠાકરેએ કહ્યું કે મુખ્ય પ્રધાન ચૂંટણી દરમિયાન જે દળોનો વિરોધ કરતા હતા તેમની સાથે ગઠબંધન કરીને સરકાર ચલાવી રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હંમેશા દેવેન્દ્ર ફડણવીસને મુખ્ય પ્રધાન તરીકે પ્રોજેક્ટ કર્યા હતા અને ઉદ્ધવે ક્યારેય એક શબ્દ બોલ્યો નથી. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા પછી જ તેમણે મુખ્ય પ્રધાન બનવા અને વિપક્ષો સાથે ગઠબંધન કરવાનું વિચાર્યું.
રાજ ઠાકરેએ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) પર પણ નિશાન સાધ્યું હતું. તેમના પર વંશીય નફરત ફેલાવવાનો આરોપ લગાવતા તેમણે કહ્યું કે, “આજે રાજ્યમાં જાતિના મુદ્દે લોકો લડી રહ્યા છે. આપણે આમાંથી ક્યારે બહાર આવીશું અને હિન્દુ બનીશું?’
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.
Leave a Reply
You must be logged in to post a comment.