રાજુલામાં આવેલી એક ઘાણો નદીમાં આજે એક આધેડ ડૂબી જતાં તેમને બચાવવા માટે ખુદ ભાજપના પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી જીવની પરવા કર્યા વગર નદીમાં છલાંગ લગાવી હતી. જોકે ત્રણ કલાકની શોધખોળ બાદ આધેડની લાશ સામે કાંઠેથી મળી આવી હતી.
રાજુલા શહેરમાં આવેલી ઘાણો નદીમાં આજે 75 વર્ષીય સાતાભાઈ ભાણાભાઈ ડૂબી જતાં સ્થાનિક લોકો દ્વારા રાજુલા પાલિકા અને ધારાસભ્યને જાણ કરવામાં આવી હતી, જેથી પાલિકાની ફાયર ટીમ ઘટનાસ્થળે પહોચી આવીને શોધખોળ હાથ ધરી હતી. આ ઘટનાની જાણ પૂર્વ ધારાસભ્ય હીરા સોલંકી ને થતાં તેઓ તેમના તરવૈયાની ટીમ સાથે ઘટના સ્થાને દોડી આવ્યા હતા.
હીરા સોલંકીએ પાણીમાં છલાંગ લગાવી
હાલ વરસાદી મોસમ માં ઘાણો નદીમાં બંને તરફ પાણીનો મોટો પ્રવાહ વહી રહિયો હતો, જેને કારણે લોકો ચિંતિત હતા, સાતભાઈ મળતા ન હતા. આ પરિસ્થિતિ જોઇ હીરા સોલંકીએ પોતે આ નદીમાં વૃદ્ધને શોધવા માટે ઝંપલાવ્યું હતું, એ જોઇને લોકો પણ ચોંકી ઊઠ્યા હતા. જ્યારે 3 કલાકની શોધખોળ બાદ સામા કાંઠેથી સાતાભાઈ ભાણાભાઈ ચાવડાની લાશ મળી આવી હતી.
બચાવી ન શક્યા એનું દુઃખ
હીરા સોલંકીએ જણાવ્યું હતું કે હું જાફરાબાદમાં હતો, મને જાણ થઇ એટલે હું મારા ટીમના છોકરાઓને લઇ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ઘણી મહેનત પણ કરી, પરંતુ સાતાભાઈ મૃત હાલતમાં મળી આવ્યા, જેનું મને દુઃખ છે. હું એક નહીં, ઘણા બધા લોકો મદદ માટે દોડી આવ્યા હતા એ સારી બાબત છે. આવા સમયે સૌએ જેટલી મદદ થાય એટલી કરવી જોઈએ.
હીરા સોલંકી અગાઉ ધણી વખત પાણીમાં છલાંગો મારી ચૂક્યા છે
તમને જણાવી દઈએ કે વર્ષો પહેલાં ખાખબાઈ નજીક તળાવમાં 3 યુવાન નાહવા પડ્યા હતા, જેને આખો દિવસ ન મળતાં મધરાતે નદીમાં હીરા સોલંકીએ છલાંગ લગાવી હતી. એ સમયે વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ ચિંતામાં મુકાયાં હતાં. જોખમી વિસ્તાર હોવા છતાં તેમણે પાણીમાં પડી લાશો બહાર કાઢી હતી. આ પ્રકારના અનેક બનાવો છે, એટલેજ જ્યારે જ્યારે પાણીમાં ડૂબવાની ઘટનામાં લોકો સૌથી પહેલા હીરા સોલંકીને જાણ કરે છે.
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.
Leave a Reply
You must be logged in to post a comment.