સાવરકુંડલામાં આજે ૧ ઇંચ વરસાદ સાથે વિજળીના કડાકા, નવરાત્રીના ખેલૈયાઓ ચિંતામાં

અમરેલી જિલ્લામાં બે દિવસથી ખુબજ ગરમી થતી હતી ત્યાર બાદ આજે વરસાદી માહોલ છવાયો હતો. સાવરકુંડલા શહેરમાં વિજળીના કડાકા જોવા માળિયા હતા અને ધોધમાર ૧ ઇંચ વરસાદ અંદાજીત ૧ કલાકમાં પડતા ખેડૂતોમાં ચિંતાનું માહોલ જોવા માંલીયુ જ છે. જ્યારે બે વર્ષથી કોરોના બાદ ગરબે રમવા આતુર બનેલા ખૈલેયાઓ પણ ચિંતામાં મૂકાયા છે.

સાવરકુંડલા માં વરસાદ વરસાદ

સમગ્ર અમરેલી જિલ્લામાં 2 દિવસથી ગરમીના બફારા અને ઉકળાટ ભર્યો માહોલ હતો. જોકે, આજે પણ સતત ગરમી જોવા મળી હતી વચ્ચે અમરેલીના સાવરકુંડલા શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. અહીં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદથી સમગ્ર શહેરમા રોડ રસ્તા પર પાણી વહેતા થતા હતા. અહીં વરસાદ થોડીવાર માટે જ પડ્યો હતો, પરંતુ ધોધમાર વરસાદ મોટા છાટા સાથે પડતા શહેરીનોએ ગરમીમાંથી રાહતનો શ્વાસ લીધો હતો.

ખેડૂત ચિંતામાં મુકાયા

વરસાદને લઇને ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોમાં ચિંતા વધી ગઈ છે. કપાસ, મગફળી સહિત ખેતીના વિવિધ પાકને વરસાદના કારણે નુકસાન થઇ શકે છે. તેના કારણે ધરતી પુત્રોમાં વધુ ચિંતાના વાદળો ઘેરાયા છે.

ખેલૈયા પણ ચિંતામાં

હાલમાં નવરાત્રિ ચાલી રહી છે જેમાં માત્ર શેરી ગરબાની જ મંજૂરી મળેલી છે. ત્યારે લોકો શેરી ગરબાના આયોજન કરી માતાજીની આરાધના કરે છે, પરંતુ આ વરસાદના કારણે કેટલાક શેરી ગરબાના પંડાલમાં પાણી વહેતા થયા હતા. જેથી આજે નવરાત્રિમાં શેરી ગરબાના આયોજકો અને ખેલૈયાઓ પણ ચિંતામાં જોવા મળી રહ્યા છે.

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.