અમરેલી એસ.ટી. સાથે બગસરા અને કુંડલા ના કર્મચારી પણ ધારણામાં જોડાયા, 7 તારીખે 358 બસ બંધ રહેશે

અમરેલી એસટીના કર્મચારીઓ પાેતાની જુદીજુદી માંગણીઓ સંબંધે ઘણાં સમયથી રાજય વ્યાપી આંદાેલન ચલાવી રહ્યાં છે. અને અમરેલી જિલ્લામા પણ ત્રણેય યુનિયન લડત ચલાવી રહ્યાં છે. તેની સાથે આજથી બગસરા અને સાવરકુંડલા ડેપાેના કર્મચારીઓએ સ્થાનિક અધિકારીઓની જાેહુકમી સામે આંદાેલન છેડયુ છે અને આજથી ડિવીઝન કચેરી સામે ધરણા શરૂ કર્યા છે. એસટીના કર્મચારી મહામંડળ અને મજદુર સંઘ દ્વારા આ આંદાેલન છેડવામા આવ્યું છે. આમ તાે બગસરાના ડેપાે મેનેજર સામે કર્મચારીઓમા લાંબા સમયથી કચવાટ જાેવા મળે છે. અને હવે આવી જ સ્થિતિ સાવરકુંડલા ડેપાેમા પણ નિર્માણ થઇ છે.

જેને પગલે કર્મચારીઓમા ભારે રાેષ છે. આજે સાવરકુંડલા અને બગસરા ડેપાેના કર્મચારીઓ દ્વારા આ બંને યુનિયનના નેજા હેઠળ આજથી અહીની ડિવીઝન કચેરી સામે આંદાેલનનાે આરંભ કરવામા આવ્યાે છે.યુનિયનના નેતાઓ દ્વારા અહી ધરણા માટે છાવણી નાખવા તંત્ર સમક્ષ પરમીશન મંગાઇ હતી અને તેમને આગામી 13મી તારીખ સુધી અહી ધરણાની મંજુરી મળી છે. યુનિયનના આગેવાનાેએ જણાવ્યુ હતુ કે બંને ડેપાેમા અધિકારીઓ દ્વારા કર્મચારીઓ પર જાેહુકમી કરવામા આવી રહી છે. રૂટ પર કાેને કાેને માેકલવા તેની બાબતમા પણ અધિકારીઓ દખલ કરી રહ્યાં છે. ગમે ત્યારે કાેઇપણ રૂટ કેન્સલ કરી નાખવામા આવે છે.

1400 જેટલા કર્મચારીઓ માસ સીએલ ઉપર

​​​​​​​બીજી તરફ ત્રણેય કર્મચારી યુનિયને સંકલન સમિતી બનાવી જે લડત શરૂ કરી છે તેના ભાગરૂપે 7મી તારીખની અમરેલી ડિવીઝનના તમામ 1400 કર્મચારીઓએ માસ સીએલ મુકી દીધી છે. 7મી તારીખે અમરેલી ડિવીઝનની તમામ 358 બસના પૈડા થંભી જશે.

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.