લાઠીના દુધલા ગામ પાસે આવેલા નારણ સરોવરમાં ન્હાવા પડતા પાંચ કિશોરોના ડૂબી જવાથી મોત થયા હતા. આથી તંત્રને જાણ કરતાં અધિકારીઓ સહિત તરવૈયાઓ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી. ઇન્ચાર્જ મામલતદાર સહિત સ્થાનિક પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તથા શહેરના સેવાભાવી લોકો પણ દોડી આવ્યા હતા. આ દરમ્યાન તરવૈયાઓએ શોધખોળ શરૂ કરી હતી તેમાં તમામના મૃતદેહ મળી આવ્યા હતા.
ઘટનાની માહિતી મળતા જ મોટી સંખ્યામાં લોકો નારણ સરોવર પહોંચ્યા હતા. ન્હાવા પડેલા તમામ બાળકો કિશોર વયના હતા.
પાંચ કિશોરોના મોતને પગલે સાંજે 5 વાગ્યા બાદ શહેર બંધ કરી દેવામાં આવ્યું હતું. વેપારીઓએ ધંધો બંધ રાખ્યો હતો. તેમજ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બાળકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.
મૃતકોના નામ
રાહુલભાઈ પ્રિવીણભાઈ જાદવ, ઉંમર વર્ષ 16
નમનભાઈ અજયભાઇ ડાભી, ઉંમર વર્ષ 16
વિશાલભાઈ મનીષભાઈ મેર, ઉંમર વર્ષ 16
મિત ભાવેશભાઈ ગળથીયા, ઉંમર વર્ષ 17
હરેશભાઇ મથુરભાઈ મોરી, ઉમર વર્ષ 18
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.
Leave a Reply
You must be logged in to post a comment.