ચૂંટણી પંચે 5 રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે.પંજાબ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર આ પાંચ રાજયમાં 7 તબક્કામાં ચૂંટણી યોજાશે. ચૂંટણીની શરૂઆત 10 ફેબ્રુઆરીના રોજ ઉત્તરપ્રદેશથી થશે. તમામ રાજ્યની ચૂંટણીના પરિણામો એક સાથે જ 10 માર્ચના રોજ જાહેર કરવામાં આવશે. ચૂંટણી પંચે કહ્યું કે કોરોનાની સ્થિતિ વચ્ચે 5 રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવશે. 15 જાન્યુઆરી સુધી વર્ચ્યુઅલ રેલી મારફતે જ ચૂંટણી પ્રચાર કરવાની મંજૂરી આપવામાં આવશે. જીત બાદ પણ વિજય સરઘસ કાઢી શકાશે નહીં.
પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણીની તારીખ અને તબક્કા
પ્રથમ તબક્કો – 10 ફેબ્રુઆરી
ઉત્તર પ્રદેશ
બીજો તબક્કો – 14 ફેબ્રુઆરી
ઉત્તરપ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા
ત્રીજો તબક્કો- 20 ફેબ્રુઆરી
ઉત્તરપ્રદેશ
ચોથા તબક્કો – 23 ફેબ્રુઆરી
ઉત્તરપ્રદેશ
પાંચમો તબક્કો- 27 ફેબ્રુઆરી
ઉત્તરપ્રદેશ, મણિપુર
છઠ્ઠો તબક્કો- 3 માર્ચ
ઉત્તરપ્રદેશ, મણિપુર
સાતમો તબક્કો- 7 માર્ચ
ઉત્તરપ્રદેશ
ચૂંટણી પંચે કહ્યું કે, તેમણે 3 લક્ષ્યાંકને ધ્યાનમાં રાખીને કામ કર્યું છે. એ છે, કોવિડ સેફ ઈલેક્શન, સરળ ઈલેક્શન અને મતદારોની વધુને વધુ ભાગીદારી. 5 રાજ્યોની ચૂંટણીમાં કુલ મતદારો 18.34 કરોડ છે. તેમાં મહિલા મતદારોની ભાગીદારી 8.55 કરોડ છે. કુલ 24.9 લાખ મતદારો એવા છે જેઓ પહેલીવાર મતદાન કરશે. તેમાંથી 11.4 લાખ છોકરીઓ પહેલીવાર મતદાર બની છે. કોરોનાની વચ્ચે ચૂંટણીમાં મતદાન કેન્દ્રો પર વેક્સિનના બંને ડોઝ નહિ લગાડનારની એન્ટ્રી બંધ કરવામાં આવી શકે છે. જોકે હજી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.
Leave a Reply
You must be logged in to post a comment.