15 થી 18 વર્ષના બાળકો માટે આજથી વેક્સિન રજિસ્ટ્રેશન પ્રક્રિયા ચાલુ,આ રીતે રજિસ્ટ્રેશન કરો

ઓમિક્રોનના જોખમ વચ્ચે ફરી એક વખત દેશમાં કોરોના કેસ વધી રહ્યા છે. બીજી તરફ ભારતમાં રસીકરણની કામગિરી પણ પૂરજોશમાં થઈ રહી છે. આજથી 15 વર્ષથી 18 વર્ષની વયના બાળકોના રસીકરણ માટે રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યુ છે, 25 ડિસેમ્બર ના ​​રોજ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 થી 18 વર્ષની વયના બાળકો માટે રસીકરણ શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, 3 જાન્યુઆરીથી બાળકો માટે કોરોના રસીકરણ શરૂ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, હવે બાકીના લોકોની જેમ 15 થી 18 વર્ષના બાળકોને પણ રસી આપવામાં આવશે, જેના માટે રજીસ્ટ્રેશન હાલ શરુ થઈ ગયુ છે.

આજથી 15 થી 18 વર્ષના બાળકો COWIN એપ પર વેક્સિન માટે રજિસ્ટ્રેશન કરાવી શકે છે. 3 જાન્યુઆરીથી બાળકોનુ રસીકરણ શરૂ થશે. સરકારની માર્ગદર્શિકા અનુસાર, 15 થી 18 વર્ષના બાળકો તેમના શાળાના આઈડી કાર્ડ, અથવા આધાર કાર્ડનો ઉપયોગ કરી શકે છે. અથવા તમે તમારા ફોન નંબરનો ઉપયોગ કરીને પણ રજિસ્ટ્રેશન કરાવી શકો છો. તમને જણાવી દઈએ કે, બાળકો માટે વોક-ઈન અને ઓનલાઈન રજીસ્ટ્રેશન બંને વિકલ્પો ઉપલબ્ધ છે.

COWIN એપ પર કરો આ રીતે રજિસ્ટ્રેશન

STEP 1: સૌ પ્રથમ CoWIN પ્લેટફોર્મ પર જાઓ.

STEP 2: પછી બાળકનું નામ, ઉંમર વગેરે જરૂરી વિગતો ભરો.

STEP 3: ત્યારબાદ બાળકના આધાર કાર્ડ અથવા આઈડી કાર્ડની માહિતી આપવાની રહેશે.

STEP 4: ત્યારબાદ વેક્સિનેશન માટેનો સ્લોટ બુક કરો.

એક અહેવાલ અનુસાર, બાળકોના રસીકરણ માટે માત્ર કોવેક્સિન(Covaxin)નો વિકલ્પ હશે, એટલે કે બાળકો માત્ર કોવેક્સિન મેળવી શકશે. ઉપરાંત બાળકોની રસીમાં બે ડોઝ વચ્ચે 28 દિવસનું અંતર રહેશે, એટલે કે પ્રથમ રસીના 28 દિવસ પછી જ બાળકોને રસીનો બીજો ડોઝ મળશે.તમને જણાવી દઈએ કે, હેલ્થકેર અને ફ્રન્ટલાઈન વર્કરો માટે પણ વડાપ્રધાન દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી હતી. જેમાં આરોગ્ય સંભાળ અને ફ્રન્ટલાઈન વર્કરોને રસીનો બૂસ્ટર ડોઝ આપવામાં આવશે. 10 જાન્યુઆરીથી આ બુસ્ટર ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવશે.

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.