અકસ્માત : સાવરકુંડલાના મોટા ઝીંઝુડામાં બસ અને બાઇક વચ્ચે અકસ્માત, બાઇક ચાલકનું મુત્યુ

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના માેટા ઝીંઝુડા ગામમાં રહેતા પ્રવીણભાઈ ભીખાભાઇ ખીમાણીયા પાેતાનુ બાઇક લઇને સવારે હિરાના કારખાને જઇ રહ્યા હતા ત્યારે સાવરકુંડલા તરફથી આવી રહેલી ખાનગી બસના ચાલકે તેને હડફેટે લેતા તેને ગંભીર ઇજા થવાથી માેત નિપજયું હતુ.આ અકસ્માતમાં  પ્રવિણભાઇને માથાના ભાગે ગંભીર ઇજા પહોચી હતી તેથી તેને સારવાર માટે સાવરકુંડલાની સરકારી હોસ્પિટલ લઇજવામાં આવ્યા હતા. અહી ફરજ પર રહેલા ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા. અકસ્માત સર્જનાર બસના ડ્રાઈવર સામે સાવરકુંડલા તાલુકા પાેલીસ મથકમા નરેશભાઇ વાલજીભાઇ ખીમાણીયાએ ફરિયાદ નાેંધાવી છે.

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.