વૈષ્ણોદેવી મંદિરમાં દોડાદોડી થઈ અને 12 શ્રદ્ધાળુનાં મોત થયાં, જાણો શું થયું સાક્ષીઓનો ખૂલશો

જમ્મુ કાશ્મીરનું માતા વૈષ્ણોદેવી મંદિરના ભવનમાં શનિવારે રાતે અંદાજીત સમાય અઢી વાગે દોઢધામ થઈ ગઈ હતી. લોકો એકબીજાને કચડીને ભગવા લાગ્યા હતા. આ દુર્ઘટનામાં 12 લોકોનાં મોતના સમાચાર માળીયા છે. 20થી વધારે લોકો ઘાયલ પણ થયા છે. મૃતકોમાં હરિયાણા, ઉત્તરપ્રદેશ, દિલ્હી અને જમ્મુ-કાશ્મીરના 8 લોકોની ઓળખ થઈ છે. દુર્ઘટનાની તપાસ કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે આદેશ આપ્યા છે.

આ દુર્ઘટના દરમિયાન નજીકથી જોનાર હિમાંશુ અગ્રવાલે જણાવ્યું હતું કે તેઓ હરિયાણાના પાનીપતના ખેલ બજારમાં રહે છે. તે તેમના મિત્રો રાઘવ, હિમાંશુ શર્મા, જતીન અને ભરતની સાથે બે દિવસ પહેલાં જ વૈષ્ણોદેવી દર્શન માટે આવ્યા હતા.

તેઓ દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે રાતે અંદાજીત અઢી-પોણાત્રણનો સમય રહિયો હસે. દર્શન કરીને ઘરે જનારા અને દર્શન કરીને આવનારા દરેક લોકોની ભીડને ચેક પોસ્ટ 3 નજીક ભેગા થયા હતા. તમને જણાવી દઈએ કે ચેક પોસ્ટ 3 અહીંથી આવવાનો રસ્તો હતો, ના જવાનો, પરંતુ અહીં વ્યવસ્થા સંભાળતા CRPFએ બેજવાબદારપૂર્ણ વર્તન કર્યું એવું જણાવિયું. ભીડને થોડી થોડી આગળ-પાછળ કરવાની જગ્યાએ તેમણે લોકોને ડંડાથી ડરાવવાનું-ધમકાવવાનું શરૂ કર્યું હતું. એ બધાને ધમકાવતા કહેતા હતા કે કોઈ VIP આવવાના છે, તેમને દર્શન કરાવવાનાં છે. રસ્તો જલદી ખાલી કરી આપવો, પરંતુ જવાનો એ નહોતા જોતા કે ત્યાં હલવાની સહેજ પણ જગ્યા નહોતી. તેમ છતાં લોકો ડરને કારણે ઝડપથી આગળ-પાછળ થવા લાગ્યા અને પરિણામે ધક્કા-મુક્કી શરૂ થઈ હતી. હિમાંશુ અગ્રવાલે જનવિયું કે અમે એ જ લાઈનમાં હતા. જ્યાં સૌથી પહેલા ધક્કા-મુક્કી શરૂ થઈ હતી.

તેમણે એ પણ કહિયું કે મારી આગળ જ એક વ્યક્તિ નીચે પડી ગઈ. તેને ઊભી કરવાના પ્રયત્નમાં બીજી વ્યક્તિને પાછળથી ધક્કો વાગ્યો અને તે પણ નીચે પડી ગઈ. આમ, ત્યાર પછી ધક્કા-મુક્કી વધી અને લોકો CRPFના ડરથી દોડાદોડી કરવા લાગ્યા. હું અને મારા મિત્રો ત્યાં થાંભલા પર ચડી ગયા હતા.

દોડાદોડીનું વાતાવરણ અંદાજે 15 મિનિટ સુધી જોવા મળ્યું હતું. ત્યાર પછી ઘટનાસ્થળે CRPFની વધુ ટીમ પહોંચી અને વ્યવસ્થા પ્રમાણે લોકોને બહાર કાઢવા લાગ્યા. થોડું વાતાવરણ સારું થતાં અમે થાંભલા પરથી નીચે ઊતર્યા.

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.