હરિયાણાના ફરિદાબાદમાં એક માતાએ તેના બાળકને સાડીથી બાંધીને નીચે લટકાવ્યાનો એક વીડિયો સામે આવ્યો છે. એક સામાન્ય વાતમાં આ મહિલાએ તેના બાળકના જીવને જોખમમાં મૂકી દીધું હતું. બન્યુતું એવું કે નવમા માળની બાલ્કનીમાં એક કપડું પડી ગયું હતું આ કપડાંને ઉપાડીને લાવવા માટે મહિલાએ તેના બાળકને 10મા માળેથી સાડીના છેડે બાંધીને નીચે લટકાવ્યો હતો. આ દૃશ્ય જોઈ તેના પડોશીઓએ પણ આ મહિલાને આડેહાથે લીધી હતી અને સમગ્ર ઘટનાનો વીડિયો બનાવી લીધો હતો. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ જ વાઇરલ થયો છે.
#फरीदाबाद– एक कपड़े के लिए मां ने बच्चे की जिंदगी लगा दी दांव पर
मां ने बेटे को साड़ी से बांधकर 10वें फ्लोर से लटकाया
कपड़े लाने के लिए बच्चे को नीचे उतारा
महिला ने कहा- मुझे अपनी गलती पर पछतावा है #Faridabad #Viral #ViralVideo #VideoViral #Video #Haryana @DC_Faridabad pic.twitter.com/b9qWP7VXwE
— Sonu Sharma (Journalist) (@jr_sonusharma) February 11, 2022
વીડિયોમાં જોઈ શકાય છે કે મહિલા સોસાયટીના 10મા માળે રહે છે. તેનાં કપડાં નવમા માળની બાલ્કનીમાં પડી ગયેલા છે અને તે ફ્લેટ બંધ હતો. તેથી મહિલા કપડાંને લાવવા માટે બાળકને સાડીથી બાંધી નીચે નવમા માળે મોકલે છે. બાળક કપડાં લઈને પાછો સાડીની મદદથી 10મા માળે પરત આવી જાય છે. આ ઘટના બાદ સોસાયટીએ આ મહિલાને નોટિસ પાઠવી છે.
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.
Leave a Reply
You must be logged in to post a comment.